રેલ્વેની આ બેદરકારી ક્યારે નહી ચલાવી લેવાય

સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરો વચ્ચે થયેલી ભાગદોડમાં એક વ્યક્તિના મોત બાદ પોલીસ જાગી છે.રેલવેના અધિકારીઓ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેશન પર ગોઠવાયો છે. DSP વેસ્ટર્ન રેલવે વડોદરા સરોજ કુમારી સુરત રેલવે સ્ટેશન પર મેદાનમાં ઉતર્યા હતા.રેલવેના અધિકારીઓએ લોકોની કન્ફર્મ ટિકિટ ચકાસીને મુસાફરોને ટ્રેનમાં બેસવા દીધા હતા.તો જે લોકોને ટિકિટ કન્ફર્મ નથી તેમને ડબ્બામાં જગ્યા અનુસાર બેસાડવા માટે અલગથી એક લાઈનમાં ઊભા રખાયા હતા.



મુસાફરોની ભાગદોડમાં એક વ્યક્તિના મોત બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.આ બેઠક બાદ જ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો..