રેલ્વે પોલીસ અને BRTS ના બસ ડ્રાઈવરોની દાદાગીરી કે પછી મિલી ભગત ?

સુરત શહેર સતત ટ્રાફિકનું હબ બની રહ્યું છે અને જેના અનેક દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યા છે અને જેનો જીતો જાગતો ઉદાહરણ ફરી આજે સુરત રેલ્વે સ્ટેશન પાસેથી સામે આવ્યું છે જ્યાં સુરત રેલ્વે સ્ટેશન પાસેના brts બસ સ્ટેશન આવેલું છે તેનું કોઈ મેનેજમેંટ નહિ હોય તેમ ટ્રાફિક જામ થઇ રહ્યાના આક્ષેપો થઇ રહ્યા છે.



સુરત રેલ્વે સ્ટેશનના આઉટ ગેટ પર BRTS બસનો કબજો હોય તેવું લાગી રહ્યું છે ? કારણ કે રેલ્વે સ્ટેશન પાસે બરાબર શહેર પોલીસે શરૂ કરેલી Police Help desk સામેજ BRTS ડ્રાઈવારો દ્વારા બસની લાઇન લગાવતા સ્ટેશન પટાંગણ ટ્રાફિક જામથી રોજ ભરાઈ રહ્યું છે અને રેલ્વે પોલીસ BRTS ના બસ ડ્રાઈવરોની દાદાગીરી અને શહેર ટ્રાફિક પોલીસ સામે કેમ લાચાર છે ? તેવા અનેક સવાલોં હાલ ઉભા થઇ રહ્યા છે