રેલ્વે સ્ટેશનથી આવ્યા ભયાનક દ્રશ્યો સામે

દિવાળીને લઈ સુરતમાં રહેતા પરપ્રાંતીયોએ વતન જવા રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યાં છે. જેને લઈને રેલવે સ્ટેશન પર કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દરમિયાન કેટલાક લોકોની તબિયત પણ લથડી હતી, એક વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક પોલીસ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતુ. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તરપ્રદેશ, બિહારના શ્રમિકો રહે છે. જેઓ તહેવાર ઉજવવા માદરે વતન જાય છે.



સુરતથી ઉત્તર ભારત જતી બધી ટ્રેનો હાઉસફૂલ છે, મુસાફરોને કાબૂમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.બીજી તરફ સુરતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત છે. 45 વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતાં તેમનું નિધન થયું હતું. પુરષોત્તમ પાંડેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તહેવાર પર જ મોત થતાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.



દિવાળીના તહેવાર દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર થતી ભીડ મુદ્દે ગૃહરાજ મંત્રી નું નિવેદન આપતા કહ્યું હતું કે .સુરત રેલ્વે સ્ટેશન પર વધુ ભીડને કારણે બોગીમાં પાંચ મુસાફરો બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા હતારેલવે સ્ટેશન પર થતી વધુ ભીડ અને બોગીમાં ચડતા વધુ મુસાફરો મુદ્દે મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદનસુરત અને ઉધના રેલ્વે સ્ટેશન પર થતી ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસ સખત મહેનત કરે છેતેમ છતાં લોકોની વધુ ભીડ હોવાને કારણે મુશ્કેલી થાય છે.