લુખાગીરી કરનાર આખરે પોલીસ સકંજામાં, ડીંડોલી પોલીસે ગુનો ઉકેલી કાઢ્યો

લુખાગીરી કરનાર આખરે પોલીસ સકંજામાં, ડીંડોલી પોલીસે ગુનો ઉકેલી કાઢ્યો

સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઈસમોએ બોલાચાલી સાથે ઝઘડો કરી રાહદારીને શરીરે તીક્ષણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે ગુનાને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી સુરતની ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ.મળતી માહિતી અનુશાર  ગત તારીખ  31/08/2024 ના રોજ રાત્રીના પોણા અગિયારેક વાગ્યાના સુમારે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઈસમોએ બોલાચાલી સહીત ઝઘડો કરી રાહદારીને શરીરે તીક્ષણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ કરી અને અજાણ્યા ઈસમો ભાગી ગયા હતા જ્યાં આ સમગ્ર ગુનાને શોધી કાઢવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર સેક્ટર-1 શ્રી વાબાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર  “D” ડીવિઝન વી. એમ. જાડેજા સાહેબ સુરત શહેરનાઓએ આવા પ્રકારના ગુનાઓ કરતા અસામાજિક તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ હતા.  



જે ઉપરી અધિકારીશ્રીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે સોલંકીનાઓએ આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા સર્વેલન્સ સ્કોડની અલગ અલગ ટિમો બનાવી અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ ઈસમોના ગુનાહિત ઇતિહાસ તપાસી તેમજ ખાનગી બાતમીદારોને સક્રિય કરી, ટેક્નિકલ એનાલિસિસની મદદથી ગુનો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપ્યા હતા જેથી તેઓના સીધાં સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ. એચ. મસાણીનાઓ સર્વેલન્સ ટીમના માણસો સાથે આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવાની દિશામાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના અ હે કો કિરીટભાઈ તથા અ હે કો મહેન્દ્રભાઈનાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાજદીપ ઉર્ફે દિપક પંડિતનાને ઝડપી પાડેલ અને ત્યારબાદ બાકીના આરોપીઓને સર્વેલન્સ ટીમના માણસોએ એકબીજાના સંકલનમાં રહી વણ શોધાયેલ ગુનાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે.


સમગ્ર ગુના રજીસ્ટર નંબર તથા કલમ


સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન  પાર્ટ-એ ગુ.ર.નં.11210056241999/2024  ઘી ગુજરાત નશાબંધી ધારા 1949 તથા ધી ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(2),115(2),54 તથા ઘી જી પી એક્ટ કલમ 135 મુજબ


ગુનામાં પકડાયેલ આરોપીની વિગત
(1) રાજદિપ ઉર્ફે દિપક ઉર્ફે ડીમ્પલ S/O અશોક પંડીત  (રાય) ઉવ.૨૪  રહે. તિરૂપતિનગર સોસાયટી, ઉન પાટીયા, સુરત. મુળવતન ગામ: જયરામપુર ભંગવલ, તા. તાસ્માબાદ,  થાના: તાસ્માબાદ, જી. ગાજીપુર, રાજ્ય: ઉત્તરપ્રદેશ.
(2) બિકુસિંગ કુચવલ સિંગ ભુમીહાર ઉવ.૨૧ રહે. બિલીયાનગર ભાડેથી, નવાગામ, ડીંડોલી, સુરત. મુળવતન ગામ: નંદપુર, તા. સુજગઢા, થાના: સુજગઢા, જી. લખ્ખીસરાય, બિહાર.
(3) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર 


પકડાયેલ આરોપીનો ગુનાહિત ભૂતકાળ
આરોપી રાજદીપ ઉર્ફે દિપક પંડિતનો ગુનાહિત ઇતિહાસ 
(1) ડિંડોલી પોલીસ સ્ટેશન ગુ. ર. નં. 11210056201978/2020 ઘી ઇપીકો કલમ 307,323,143,147,148,149 તથા ઘી જી પી એક્ટ કલમ 135 મુજબ 
(2) કડોદરા જી. આઈ. ડી. સી. પોલીસ સ્ટેશન ગુ. ર. નં. 11214023221484/2022 ઘી ઇપીકો કલમ 379(એ)(3), 114 મુજબ 
(3) ડિંડોલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11210056241166/2024 ઘી ઇપીકો કલમ 324,323,504,114 તથા ઘી જી પી એક્ટ કલમ 135 મુજબ 


સમગ્ર બનાવમાં કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ 
(1)સિનિયર પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.જે. ચુડાસમા 
(2) સેકન્ડ પોલીસ ઇનસ્પેક્ટર શ્રી એચ.જે.સોલંકી
(3) પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એચ. મસાણી 
(4) અ.હે. કો. કિરીટભાઈ હરિભાઈ 
(5) અ હે કો મહેન્દ્રભાઈ ફકીરાભાઈ 
(6) અ.હે.કો. મિલિન્દ તુકારામ 
(7) અ.હે.કો. રાજદીપસિંહ નરેન્દ્રસિંહ 
(8) અહેકો દીપકભાઈ તાપીરામભાઈ 
(9) અહેકો હિતેશસિંહ રામસિંહ 
તથા ડિંડોલી સર્વેલન્સ ટીમ