સુરતના સચિન સ્ટેશન રોડ સ્થિત પાણીની ટાંકી પાસે મહેતા ઇન્ફોકોમ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી.તસ્કરો દુકાનમાંથી કુલ 5.72.830લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યાં બનાવ અંગે પોલીસ જાણ કરતા સચિન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન ક્યા હતા..અજાણ્યા તસ્કરો દુકાનમાંથી અલગ અલગ કંપનીના ડેમો મોબાઈલ ફોન, બોક્સ પેક મોબાઈલ ફોન મળી કુલ 5.72 લાખથી વધુની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા.
તસ્કરો બીજા માળે આવેલા ગોડાઉનનું પાછળનું શટલ ઉચું કરી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તો બીજી તરફ આ સમગ્ર મામલે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમ્યાન 6 ઈસમો એક થેલામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ લઈને સગેવગે કરવાની તૈયારી સાથે સચિન દુરદર્શન ટાવર પાસે ઉભા હોવાની બાતમી સચિન પોલીસના સર્વલન્સ સ્ટાફને મળતા પોલીસે ત્યાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ 6 આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદામાલ રીકવર કરી મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.