લાલગેટ વિસ્તારમાં એકતા અને ભાઈચારા દર્શાવતી ઇફતાર પાર્ટી

મુસ્લિમોનું પવિત્ર તહેવાર રમજાન માસ ચાલતું હોય ત્યારે સુરત ના જુદા જુદા વિસ્તારોમાં ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોમી એકતા અને ભાઈચારાની દર્શાવતી ઈફતાર પાર્ટી હોડી બંગલા નજીક સરકારી સ્કૂલ પાસે રાખવામાં આવી હતી. આ ઈફતાર પાર્ટીમાં હિન્દુ મુસ્લિમ દલિત સમાજ સહિત લાલગેટ વિસ્તારના પોલીસ પી.આઈ સાહેબ હાજર રહી ઈફતાર પાર્ટીની શોભા વધારી હતી.મુસ્લિમ સમાજનો સૌથી પવિત્ર માસ રમજાન ચાલતું હોય ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ઇફતાર પાર્ટીમાં અનેક સમાજના અગ્રણીઓ અને લાલ ગેટ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને આમંત્રિત કરવા આવ્યા હતા અને તેઓ આ ઇફતાર પાર્ટીમાં આવી કોમી એકતા દર્શાવી હતી. આ પાર્ટીમાં હિન્દુ, મુસ્લિમ, દલિત સર્વ સમાજ અને લાલગેટ પી.આઈ સૌ મળી એક સાથે ઈફતાર પાર્ટી કરી હતી જેથી ભાઈચારાનો એક અલગ માહોલ જોવા મળ્યો હતો. જેથી લાલગેટ પી.આઈ પણ ભાવુક થઈ ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ભાઈચારો જોઈ તેમને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. ત્યારબાદ ઈફ્તર પાર્ટીના આયોજકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ભારત દેશ એ ભાઈચારાનો દેશ છે જ્યાં સર્વ ધર્મના લોકો એક સાથ હળી મળીને રહે છે જેથી કોઈપણ અમારા ભાઈચારાને નજર અંદાજ કરવું જોઈએ નહીં કારણકે અમારી એકતામાં જ બળ છે અને જો કોઈ બદ ઈરાદા રાખતા હોય તેવા ગેર સામાજિક લોકોને સમાજ કદીય માફ કરશે નહીં