વેડરોડ પર અસામાજિક તત્વો બન્યા બેફામ, પોલીસનો પણ ખોફ રહ્યો નથી

વેડરોડ પર અસામાજિક તત્વો બન્યા બેફામ, પોલીસનો પણ ખોફ રહ્યો નથી

સુરતમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો દિવસે જ નહીં પણ મધરાતે પણ જોવા મળી રહ્યાં છે.  જ્યાં વેડરોડ વિસ્તારમાં બે જૂથ સામ સામે આવી ગયા હતાં. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. અને અસામાજિક તત્ત્વોએ મહિલાઓને પણ માર માર્યો હતો. જેથી એક મહિલા તો રોડ પર જ ઢળી પડી હતી. અને જ્યાં આ દરમિયાન મહિલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તેણીએ એકલા હાથે સમગ્ર મુદ્દે મધ્યસ્થી કરી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો. અને  સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યાં છે. અને જેમાં જાહેરમાં થતી મારામારી અને કાયદાની સ્થિતિ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર બનાવ શું છે આવો જાણીએ



વાયરલ થયેલ વીડીયો બાબતે સ્પષ્ટતા થઇ ગઈ 
આજ રોજ સોશિયલ મીડીયા પર "કાયદો વ્યવસ્થા ના લિરે લીરા" તેમજ "પોલીસ ની હાજરીમાં રાતે ૩ વાગે વેડ રોડ બબાલ" ના લખાણ સાથે એક વિડિયો વાયરલ થયેલ છે જેમા ત્રણ ઇસમો જાહેરમાં છુટા હાથની મારામારી કરતા હોય અને અન્ય ઇસમો વચ્ચે પડી છુટા પાડતા હોય તે દરમ્યાન એક મહિલા રોડ પર પડી ગયેલ હોવાનું દેખાય આવે છે જે બાબતે હકીકત એવી રીતે છે કે, ગત તારીખ ૧૯/૦૨/૨૦૨૫ ના રોજ સવારે કલાક ૦૩/૦૦ વાગ્યાના અરસામાં વેડ રોડ પરથી પસાર થતા એક રાહદારીએ નાઇટ ડયુટીમાં સિંગણપોર ચાર રસ્તા પર હાજર વુ.અ.લો.ર પ્રિયંકાબેન જીવણભાઇને જણાવેલ કે “મધુરમ પ્લાઝાની પાસે જાહેર રોડ ઉપર ત્રણ ઇસમો અંદોર અંદર છૂટા હાથથી મારામારી કરી રહેલ છે" તે આધારે વુ.અ.લો.ર. નાઓએ સમય સુચકતા વાપરી તુરંત જ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ અને ઝઘડો કરતા ઇસમોને છુટા પાડી પોલીસ મદદ મેળવી મોટો બનાવ બનતા અટકાવી ઇજા પામનાર રાકેશભાઇ શ્યામજીભાઇ સોસા તેમજ વિડીયોમાં મારામારી દરમ્યાન રોડ પર પડી ગયેલ મહિલા રાકેશભાઈ સોસાના સગા ભાભી રાધિકાબેન થતા હોય તેઓ ઝઘડો જોઇને ગભરાય ગયેલ હોવાથી ચક્કર આવતા રોડ પર પડી ગયેલ હોવાથી તેઓને બંન્ને જણને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપેલ હતા.


રાકેશ શ્યામજીભાઇ સોસા અને બાબુભાઇ શ્યામજીભાઇ સોસાનાઓ વચ્ચે અગાઉ પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલ હોવાથી સમાધાન માટે તેમના બનેવી અરવિંદભાઇ ડાહ્યાભાઇ ઉઘેરા રહે.૨૦૨-શિવકૃપા એપાર્ટમેન્ટ મધુરમ પ્લાઝાની પાછળ સુરત શહેર ના ઘર પાસે કુટુંબ/પરીવાર સાથે સમાધાન માટે ભેગા થયેલ તે દરમ્યાન બોલાચાલી થતા આવેશમાં આવી છુટા હાથથી મારામારી થયેલ હતી બાદ બંન્ને સગા ભાઇઓ હોવાથી એક બીજા વિરૂધ્ધમાં કોઇ પોલીસ કાર્યવાહી કરવા માગતા ન હોય પરંતુ જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ થતો હોવાનું જણાય આવતા સિંગણપોર ડભોલી પોલીસે તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
 
આમ, ખરેખર વુ.અ.લો.ર. પ્રિયંકાબેન જીવણભાઇ નાઓએ સમયસુચકતા વાપરી બનાવવાળી જગ્યાએ તુરત જ પહોંચી જઈ જરૂરી પોલીસ મદદ મેળવી મારામારીનો મોટો બનાવ બનતા અટકવેલ છે અને ઇજા પામનાર તેમજ મહિલાને તુરત જ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપેલ હતા. 


જાહેરમાં ઝઘડો કરનાર ઇસમોના નામો 
(૧) રાકેશભાઇ શ્યામજીભાઇ સોસા રહે.૩૦૨-ગજાનંદ સોસાયટી ભરી માતા રોડ કોઝવે સર્કલ પાસે સુરત શહેર 
(૨) બાબુભાઇ શ્યામજીભાઇ સોસા રહે.૧૦૨- શિવ શક્તિ એપાર્ટમેન્ટ,વિજય નગર વિ-૨, વેડરોડ સુરત શહેર 
(૩) દિવ્યેશ મહેન્દ્રભાઈ ઝાલા રહે.૩૦૨-ગજાનંદ સોસાયટી ભરી માતા રોડ કોઝવે સર્કલ પાસે સુરત શહેર