સુરત શહેરમાં વ્યાજખોરોનું આતંક સતત વધી રહ્યું છે, જ્યાં ગૃહ રાજ્ય મંત્રી એ કીધું છે કે વ્યાજખોરી કરનારાની સામે સખત પગલા લઇ જેલ હવાલે કરવામાં આવશે આ છતાં પણ વ્યાજખોરી કરનારા અટકવાનું નામ લેતા નથી અને ગરીબોનું હક મહેનતના પૈસા લઈ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા ફરતા હોય છે. જે આગઉના અનેક કિસ્સામાં આપણે જોઈ ચૂક્યાં છે. ત્યારે હવે ફરી વ્યાજખોરી કરનારનું આતંક સામે આવ્યું છે. અને આ કિસ્સામાં બીજું કોઈ નહીં પણ વ્યાજ લેનાર અને આપનાર બંને એકજ વિસ્તારના રહેવાસી અને સાથે બંને મુસ્લિમ અને એ પણ મહિલા નીકળી.
સમગ્ર બનાવની જો વાત કરવામાં આવે તો નાનપુરા વિસ્તારમાં રહેતી ભોગ બનનાર 44 વર્ષીય નૂરજહાં બીબી ઇકબાલ શેખ કે જે હબીબશાહ મોહલ્લામાં રહેતી ગૃહણી છે કે જેને નાનપુરા વિસ્તારમાં રહેતી વ્યાજખોર મુસ્લિમ માથા ભારે મહિલા ઝરીના આપા નામની માથાભારે પાસેથી અંદાજે વ્યાજે 4 લાખા રૂપિયા લીધા હતા અને જેના આધારે મહિને 80 હજારની માંગણી કરવામાં આવી હતી.
મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલાં સુરતમાં વધુ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી જીવ ગુમાવ્યો હતો આ બાબતે ફરિયાદ નોંધાતા સુરત પોલીસ દોડતી થઇ હતી બાદમાં સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને જે ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહીધરપુરા વિસ્તારમાં રહેતા સાબિર ગુલામ મુસ્તુફા શેખના ત્રાસ થી ૧ ઇસમ જેનું નામ ગુલામ ઇસ્માયલ શેખના એ આપઘાત કર્યું હતો. અને જે બાબતે દુષ્પ્રેરણાનો ગુનો મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો. જ્યાં આરોપી સાબિર ગુલામ મુસ્તુફા શેખ નાસતો ફરતો હતો ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે આવેલ ગુજરાતની સૌથી મોટી દરગાહ સૈયદ મીરા અલી દાતાર દરગાહ પાસેથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
હાલના બનાવની જો વાત કરવામાં આવે તો સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાનપુરા હબીબશાહ મોહલ્લામાં રહેતી અને વ્યાજ ખોરીમાં ભોગ બનનારી 44 વર્ષય નૂરજહાં બીબી દ્વારા નાનપુરની માથાભારે મુસ્લિમ મહિલા ઝરીના બીબી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેના જવાબમાં ડબલ થી પણ બમણાં એટકે જેટલા લીધા એનાથી પણ ડબલ થી વધારે રૂપિયા આપવા છતાં પણ મુસ્લિમ વ્યાજ ખોર અને માથાભારે મહિલા ઝરીના બીબી દ્વારા સતત હેરાનગતિ કરાતા આખરે વ્યાજે રૂપિયા લીધેલ મહિલા એ આત્મા હત્યા કરવાની કોશિશ કરતા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
મહતનું છે કે ઇસ્લામના નિયમ અનુસાર મુસ્લિમ સમાજ પર વ્યાજ હરામ કરવામાં આવ્યું છે આમ છતાં પણ નાનપુરની માથાભારે ઝરીના બીબી વ્યાજે રૂપિયા તો ફેરવે છે અને ગરીબ જરિયાતમંદની મજબૂરીનું ફાયદો પણ ઉઠાવી રહી છે તેવું ભોગબનનારના આક્ષેપો પરથી સાબિત થઈ રહયું છે..ત્યારે હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજ ખોરી કરનારા પર તવાઈ બોલાવામાં આવી છે તો શું સુરતની અઠવા પોલીસ માથાબારે મુસ્લિમ ઝરીના આપાની ધરપકડ કરશે કે પછી વ્યાજ ખોર ઝરીના આપા પોલીસ પકડથી દૂર રહીને આવા ગરીબ અને મજુબુર લોકોને વ્યાજના રૂપિયાનું ડર બતાવી ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતી રહેશે તે તો આવનારો સમય બતાવશે