શું ભાજપ ડરી ગયું રાહુલ ગાંધીથી? જાણો સ્મૃતિ ઈરાનીએ શું કીધું

શું ભાજપ ડરી ગયું રાહુલ ગાંધીથી? જાણો સ્મૃતિ ઈરાનીએ શું કીધું

વાહરે રાજનીતિ તેરી શાન ભી હે નિરાલી હાલ આવીજ એક હકીકત સામે આવી છે કે જણાઈ તમે પોતે વિચારમાં પડી જશો કે આ શું થયું ? આખરે ભાજપ પણ રાહુલ બાબાથી ડરવા લાગી કે શું ? વાત જાણે એમ છે કે ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા ક્ષેત્રના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના મજબુત ફીમેલ નેતા એવા સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લઈને એક મોટું નિવેદન આપી દીધું. જેમાં સ્મૃતિએ કહ્યું કે હવે રાહુલ ગાંધીની રાજનીતિ બદલાઈ ગઈ છે. અને તે અલગ રાજનીતિ કરી રહ્યો છે.



એક ચેનલના પત્રકાર સાથે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. અને આ પ્રસંગે જ્યારે તેમને રાહુલ ગાંધી બાબતે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે તરત કહ્યું કે રાહુલ ગાંધીની રાજનીતિમાં હવે બદલાવ આવ્યો છે. અને એવું લાગે છે કે તેઓ સફળ પણ થયા છે.


રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં જે હિસાબે t shirt પહેરવાનું અંદાજ છે તેના વિષે પણ ઈરાનીએ કીધું હતું અને જે બાબતે પત્રકારને જણાવ્યું હતું કે સંસદમાં ટી-શર્ટ પહેરી ને રાહુલ ગાંધી આવે છે તે જાણે છે કે સફેદ ટી-શર્ટથી તે યુવા પેઢીને શું સંદેશ આપવાનો એક સફળ પ્રયાસ કરી રહ્યો છે. આપણે ગેરસમજ ન કરવી જોઈએ. તમે વિચારી શકો છો કે તેમના આ કાર્યો સાચા છે કે ખોટા પણ તેઓ આ કર્ય કરી રહ્યા છે.