સુરત શહેર જાણે ક્રાઈમ ઝોન બની રહ્યું હોય તેવી રીતે અનેક ગુનાહિત પ્રવુતિઓ અહી વધી રહી છે અને જેમાં કોઈ એક ઘટના નહિ, લુંટ, ચોરી, મારામારી, હત્યા જેવી અનેક ઘટના જાણે સુરતમાં સામાન્ય બની ગઈ હોય તેમ લોક ચર્ચા છે, ત્યારે ડીંડોલી પોલીસ હદ વિસ્તારમાં અનેક ગેરકાયદેસરની પ્રવુતિ કરનાર સદ્દામ, અને સરિફ ચાઇનીઝ ગેંગ દ્વારા હુમલો કરતા ફરિયાદી મરણ પથારીએ પહોચી ગાયો છે છતા ડીંડોલી પોલીસ કેમ ચુપ છે તે સમજાતું નથી.
શરીફ ચાઇનીઝ
કાયદામાં રહેશો તોજ ફાયદામાં રહેશો. ગૃહ રાજ્ય મંત્રીના આ વાક્ય પછી જાણે ગુજરાતના માથાભારે લોકોમાં ફફડાટ ફેલાઈ ગાયો હતો પરંતુ કહેવત છે ને , " દિયા તલે અંધેરા" હાલ આવુજ ક્યાંક ગૃહ રાજ્ય મંત્રી સાહેબના શહેર સુરતમાં બન્યું છે, જ્યાં ભેસ્તાન આવાસમાંથી ચાર દિવસ પહેલા એક ઘટના સામે આવી જેમાં સદ્દામ, રાજુ, સરિફ ચાઇનીઝ અને સરિફ ચાઇનીઝ ના પુત્ર દ્વારા ફરિયાદી સાબિર શાહ સાથે મારામારી કરી તેને મરણ પથારીએ પહોચાડી દીધુ છે. હાલ ફરિયાદી સાબિર શાહ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહી અને ડીંડોલી પોલીસ સામે ન્યાયની માંગ કરી રહ્યું છે, પરંતુ સરિફ ચાઇનીઝ અને એની ટીમનો સુરતના ભેસ્તાન આવાસમાં, દારૂ, જુગાર, આકડા નો ધંધો ચાલતો હોવાથી જાણે ડીંડોલી પોલીસ પણ તેના ખોળે બેસી ગઈ હોય તેમ માત્ર ફરિયાદ લઇ કોઈ કાર્યવાહી નહિ કરવાના આક્ષેપો ફરિયાદીના ભોઈ દ્વારા કરવામાં આવ્યા છે.
આરોપી સદ્દામ
સુરતમાં અસામાજિક તત્વો આતંક સતત વધી રહ્યોછે, ત્યારે આતંક મચાવનાર અને રોફ જમાવનાર આરોપીઓને સુરત પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢીને લોકો પાસે માફી મંગાવી રહી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગુનો કરશો તો લંગડાતા લંગડાતા ચાલવું પડશે, ત્યારે સુરતમાં એક પછી એક આરોપીઓના સરઘસ કાઢવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ ડીંડોલી પોલીસ જાણે અસામાજિક તત્વોને બચાવનો પ્રયાસ કરી રહી હોય તેવા આક્ષેપો ભેસ્તાન આવાસની ઘટના થયા પછી ફરિયાદી પક્ષ કરી રહ્યું છે. ત્યારે મહત્વનું છે કે , સુરત સહિત રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વો પર ગાળિયો કસી રહી છે. સાથે ડ્રોન કેમેરાથી લઈને ડિમોલેશન સુધીની કાર્યવાહી પણ કરી રહી છે. ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા કેમ અસામાજિક તત્વો સમાન સદ્દામ, રાજુ, સરિફ ચાઇનીઝ અને સરિફ ચાઇનીઝ ના પુત્ર પર લગામ લગાવી શક્તિ નથી ? તે લોકોને સમજાતું નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત પોલીસ દ્વારા અનેક પોલીસ ટેશન હદ વિસ્તારમાં જેમ અસામાજિક તત્વોનો વર્ધોડો અને સરઘસ કાઢી રહી છે સાથે આરોપીઓના ઘરે દાદાનું બુલડોઝર પણ ચાલી રહ્યું છે તો શું ભેસ્તાન આવાસના આ તત્વો સામે આવી કોઈ કાર્યવાહી થશે કે પછી ડીંડોલી પોલીસની રહેમ નજર રહેશે તે હવે જોવું રહ્યું.