હિન્દુત્વની રાજનીતિ કરતા લોકોએ હવે તો હદ કરી નાખી છે, ધર્મની રાજનીતિ કરતા કેમ શરમ નથી આવતી આવા તત્વોને ? કારણ કે લોકો જેમનામાં શ્રદ્ધા રાખી ભગવાનની જેમ પૂજતા હોય અને પોતાની આસ્થા પ્રમાણે માનતા હોય તેમની આવી પવિત્ર ભાવના સાથે ખિલવાડ કરવાનું અધિકાર કોઈએ આપ્યો ? હાલ આવી એક ઘટના સામે આવી છે અને હિંદુઓની આસ્થા સાથે કોઈ ઓર અહીં પણ હિંદુ ખિલવાડ કરી રહ્યું છે.
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો હાલમાં એક ઘટના સામે આવી છે અને જેમાં હિંદુ મુસ્લિમ બંને કોમ જેમને દિલથી માની રહ્યા છે એવા સાંઈ બાબા કે જેમની મૂર્તિઓ હટાવી તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે ધાર્મિક શહેર એવા વારાણસીમાંથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે.
મહત્વનું છે કે અહીં સાંઈ બાબાની મૂર્તિને લઈને વિવાદ ધીમે ધીમે દેશમાં શરૂ થઈ ગયો છે. જ્યાં મળતી માહિતી પ્રમાણે વારાણસીના અંદાજે 14 મંદિરોમાં સ્થાપિત સાંઈ બાબાની મૂર્તિને હવે હટાવી દેવામાં આવી છે. અને મંદિરોમાં સૌથી પ્રસિદ્ધ એવા બડા ગણેશ મંદિર અને પુરુષોત્તમ મંદિરનો પણ સમાવેશ થાય છે. જ્યાં હવે સવાલ એ થાય છે કે અહી મંદિરોમાંથી કેમ સાંઈ બાબાની મૂર્તિઓ હટાવવામાં આવી રહી છે?
ધર્મના નામે લોકોની આસ્થા સાથે ખિલવાડ કરતા વ્યક્તિઓ કે જેવા હિન્દુ સંગઠનોનો આરોપ છે કે સાઈ બાબા મુસલમાન છે. અને તેવો દ્વારા સનાતન ધર્મ સાથે કોઈ પણ પ્રકારે લેવાદેવા નથી અને એટલામાટે બાબાની મૂર્તિઓને મંદિરમાંથી હટાવવામાં આવી રહી છે. જ્યાં આવા સંગઠનોએ એમ પણ જણાવ્યું છે કે તેઓ દ્વારા સાંઈ પૂજાનું વિરુદ્ધ કરતા નથી પરંતુ હિંદુ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવા દેવામાં આવશે નહીં. અને સાથે મંદિર મેનેજમેન્ટની પરવાનગી બાદ જ અમે સાંઈની મૂર્તિને હટાવી રહ્યા છીએ
સનાતન રક્ષક દળ એટલે કે "હિન્દુ સંગઠનો" દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણ મંદિરમાં મૃત મનુષ્યોની મૂર્તિઓની પૂજા કરવાની મનાઈ છે. અને હિંદુ ધર્મની અંદર મંદિરોમાં માત્ર 5 દેવતાઓ જેમકે સૂર્ય, વિષ્ણુ, શિવ, શક્તિ અને ગણપતિની મૂર્તિઓ જ સ્થાપિત કરી શકાય છે. અને તેવામાં સાઈ બાબા મુસ્લિમ છે અને તેમનો સનાતન ધર્મ સાથે કોઈ સંબંધ નથી. જે તેથી કરીને હિંદુ સંઘટન દ્વારા મંદિરોમાંથી સાઈ બાબાની મૂર્તિઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મુસ્લિમ સાંઈબાબા છે આ વાતની જો વાત કરવામાં આવે તો સાઈ બાબાની પ્રતિમાનો વિરોધ કરનારાઓ પણ કહે છે કે સાઈ બાબાનું અસલી નામ 'ચાંદ મિયાં' છે. અને તે હિંદુ નહિ પણ મુસ્લિમ ધર્મનો હતો. તમને જણાવી દઈએ કે આ ભારતમાં પ્રથમવાર નથી જ્યારે કોઈ હિન્દુ સંગઠન સાંઈ બાબાની પૂજા પર સવાલ ઉઠાવી રહ્યું હોય. અગાઉ પણ હિન્દુ સંગઠનો દ્વારા સાંઈ બાબાની પૂજાનો વિરોધ કરવામાં આવ્યું હતું ત્યારે પછી દેશમાં જાણે હિંદુ-મુસ્લિમની રાજનીતિ શરુ થઇ હોય તેમ અમુક હિન્દુતત્વની રાજનીતિ કરતા વ્યકિતઓ દ્વારા હિંદુઓની આસ્થા સાથે ખિલવાડ કરી અને સાંઈબાબા કે જેમને ભાગવાની જેમ માનતા આવ્યા છે તેમની મૂર્તિને હટાવી એક પાક કરી રહ્યા હોય તેવું લોકો કહી રહ્યા છે ? અને કોઈની આસ્થા સાથે ખિલવાડ કરવાનો કોઈને હક નથી તેવા સવાલો લોકો કરી રહ્યા છે.