સીએમ ભુપેન્દ્ર પટેલ ક્લેકટર પર ભડકી ગયા


તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં આદિવાસી સંમેલન યોજાયું હતું. ત્યારબાદ મેરી મિટ્ટી મેરા દેશ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા, આ દરમ્યાન મુખ્યમંત્રી એ જે શાળાના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો, તે આશ્રમશાળાની આકસ્મિક મુલાકાત લેતા મુખ્યમંત્રી ને શાળાની લોબીમાં લટકતા વીજ તાર નજર આવતા કલેકટરને સરખું કરવા અંગે સૂચના આપી હતી, સાથે શાળાનું મકાન દુરસ્ત કરવા અંગેની પણ સૂચના આપવામાં આવી હતી, આ મુદ્દે મુખ્યમંત્રી એ મીડિયાને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર એ પ્રતિક્રિયા આપતા શાળા સારી બને તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.