સાજુ કોઠારીની મુશ્કેલી વધી : જાણો કોના કોના ઘરે ED તપાસ અર્થે જઈ શકે છે

સુરત શહેર સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દાઉદ ઈબ્રાહીમની જેમ ડોનની છભી ધરાવતો અને લોકોને હેરાન કરી ભાઈગીરીમાં માહેર એવો સાજો કોઠારીની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે અને જેમાં અનેક મોટા બિલ્ડર, દલાલો, સહીત નામચીન લોકોના નામ પણ સામે આવી શકે એમ છે અને તેમના ઘરે ed દ્વારા તપાસ કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.


 મળતી માહિતી અનુશાર સુરત શહેરમાં માથાભારેની છભી ધરાવતો અને સમગ્ર નાનપુરા વિસ્તારમાં ગરીબ પ્રજાને હેરાન કરી તેમના મકાનો, અને જમીનો પચાવી પાડનાર સાજિદ ઉર્ફે સાજો કોઠારી ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા 4.29 કરોડની સંપત્તિ ઈડી દ્વારા ટાંચમાં લીધી છે. ત્યારે ઈડીએ મની લોન્ડરીંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. 



સુરત પોલીસ દ્વારા સાજો કોઠારી વિરુદ્ધ અનેક ફરિયાદો જેમ કે ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગાર જેવા 6 કેસ નોંધ્યા હતા અને જ્યાં આ કેસના આધારે ઈડીએ દ્વારા સાજો કોઠારી વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું હતું.


મહત્વનું છે કે ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે ગુનાખોરીથી સાજોએ અંદાજીત 4.29 કરોડની મિલકત ભેગી કરી લીધી હતી. અને સાજો કોઠારી દ્વારા પોતાના તથા પોતાના પરિવારના સભ્યોના નામ પર 31 સ્થાવર મિલકત ઉભી કરી દીધી હતી. જ્યાં આ તમામ મિલકતો એ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે. જ્યાં આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે. 



સુરતનો દાઉદ એટલે માથાભારે સાજો કોઠારીનો સુરતમાં ખૂબ આતંક હતો. તે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ મારવાની ધમકી અનેકવાર આપતો હતો. જ્યાં અગાઉ બે વર્ષ પહેલાં 26 માર્ચ 2022ના રોજ સજ્જુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા તેના જ ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. અને સાજો કોઠારીને સુરત શહેરના નાનપુરાના જમરુખ ગલીના ઘરમાં સિક્રેટ રૂમ બનાવ્યો હતો. જ્યાં તેજ રૂમમાંથી પોલીસ દ્વારા તેને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યો હતો.