સાપુતારા જતા પહેલા જોઇલો આ હાદસો

સુરતથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવેલ ખાનગી ટ્રાવેલ્સની બસને સાપુતારાના ઘાટ માર્ગમાં માલેગામ નજીક યુટર્નમાં અકસ્માત નડતા બે બાળકોના મોત નિપજ્યા હતા. તો બસમાં સવાર 34 થી વધુ મુસાફરોને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સુરતના ગોપીપુરા અને બેગમપુરા વિસ્તારમાંથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવેલ એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ જે સાંજના સમયે પરત સુરત જઈ રહી હતી એ સમયે સાપુતારા ઘાટ માર્ગમાં આવેલ માલેગામ ખાતે યુ ટર્નમાં બસ ચાલકે ઓવર ટેક કરવાની લ્હાયમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ માર્ગની સાઇડના સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ ખીણમાં ખાબકતા મુસાફરોના ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ ઘટનામાં બે બાળકોના મોત નીપજ્યા હતા તો 34 જેટલા મુસાફરોને ઇજા થઇ હતી જેમાં ચાર મુસાફરોને ગંભીર ઇજા થઇ હતી. બસમાં 66 જેટલા લોકો સવાર હતા ત્યારે બનાવ પગલે સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.