સામાન્ય વરસાદમાં સુરતના બ્રિજ થયા જર્જરિત ?

સામાન્ય વરસાદમાં સુરતના બ્રિજ થયા જર્જરિત ?

સુરતમાં છેલ્લા 7 દિવસથી પડેલા વરસાદને પગલે કેટલાક રસ્તાઓની હાલ બિસ્માર થઈ ગઈ છે ત્યારે ઉધના દરવાજા ખાતે આવેલ બ્રિજ ધોવાઈ ગયો છે અને સળિયા બહાર નીકળતા દેખાતા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્માર્ટ સિટી અને બ્રીજ સીટીની વાતો કરતી સુરત મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી છે. કારણ કે એક જ વરસાદમાં સુરતના કેટલાક રસ્તાઓની હાલત બિસ્માત થઈ છે. કેટલાક રસ્તાઓ પર ભુવા પડ્યા છે ત્યારે સુરતના ઉધના વિસ્તાર ખાતે આવેલ ઉધના દરવાજા બ્રિજ નો કેટલોક ભાગ વરસાદના કારણે ધોવાઈ ગયો છે એટલું જ નહીં પરંતુ સળિયા પણ બહાર નીકળતા નજરે પડી રહ્યા છે અને હાલ તો બ્રિજમાં ગાબડા જોવા મળી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને પણ અહીંયાથી પસાર થવા માટે મુશ્કેલીનો સામનો કરવાની નોબત પડી છે.



મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે હવે આ મામલે સુરત મનપા આળસ ખંખેરીને ગંભીરતાથી લઈને તપાસ કરે તો જરૂરથી ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે.ક્લીન સીટી, સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી અને સિલ્ક સીટી અને બ્રિજ સિટીની વાતો કરતી સુરત મહાનગરપાલિકામાં 145થી વધુ નાના મોટા બ્રીજો આવેલા છે પરંતુ થોડાક મહિના પહેલા સુરતના વરિયાવ ખાતે આવેલ બ્રિજની પણ આ જ પ્રકારની હાલત થઈ હતી ને તંત્ર દોડતું થયું હતું ત્યારે વધુ એક ભ્રષ્ટાચારની ગંધ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે