હાલના આધુનિક યુગમાં તમામ મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે ત્યારે સુરતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રારંભ દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે મહિલાઓને વિવિધ કોર્સની તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા પ્રારંભ ની શરૂઆત કરવામાં આવી હતી સુરતના મહિલા કોર્પોરેટર રેશ્માબેન લાપસીવાલા દ્વારા અન્ય મહિલા અગ્રણીઓના સહયોગથી પ્રારંભ વ્યવસાયલક્ષી કોર્ષ નું તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હાલ સુધીમાં ઘણી મહિલાઓએ વિવિધ વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ લઈ પોતાના વ્યાપાર શરૂ કરી આજે પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે પ્રારંભ તાલીમ કેન્દ્રમાં મહિલાઓને નેલ આર્ટ, મહેંદી આર્ટ, જરદોશી વર્ક, ફેશન ડિઝાઇનિંગ જેવા વિવિધ પ્રકારના કોર્સની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ લીધા બાદ સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે.
ત્યારે સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલ ખંભાતીની વાડીમાં સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રારંભ થકી વિવિધ કોષની તાલીમ લેનાર 60 જેટલી મહિલાઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા સર્ટિફિકેટ વિતરણ સાથે મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ આર્ટ નું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત પ્રદેશ પ્રમુખ પરેશ પટેલ, પૂર્વ સાંસદ સભ્ય દર્શનાબેન જરદોશ તથા સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભમાં તાલીમ લીધેલ મહિલાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો ના હસ્તે સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા પ્રારંભ દ્વારા આજે ઘણી મહિલાઓ વિવિધ પ્રકારની તાલીમ લઈ પોતાનો બિઝનેસ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે.