સુરતની યુવતીનો અંતિમ video થયો વાયરલ

સુરતની યુવતીનો અંતિમ video  થયો વાયરલ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉમાં નાખવાની દવા પીને આપઘાત કર્યો હતો. દવા પી લીધા બાદ બેભાન થઈને પડેલી કિશોરીને પરિવાર હોસ્પિટલ લઈને પોહ્ચ્યા હતા જ્યાં તેણે મરતા પહેલા કિશોરીએ જણાવ્યું હતું કે નીલેશે કીધું હતું કે મરી જા. કિશોરીએ નિલેશને પોતાનો ઘરવાળો હોવાનું જણાવ્યું હતું. કિશોરીને મરવા માટે મજબૂર કરનાર નિલેશની સામે પરિવારે આપઘાતન દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગરના ગારીયાધારના વતની અને સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી શક્તિ વિજય સોસાયટીમાં 17 વર્ષીય સગીરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા-પિતા એક ભાઈ અને એક બહેન છે. માતા-પિતા પ્રાઇવેટ સફાઈ કામદાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સવારના નવેક વાગ્યાની આસપાસ સગીરા ઘરે હાજર હતી. સગીરા બાથરૂમમા નાહવા માટે ગયેલ અને નાહીને બહાર નિકળતા તેને ચક્કર આવતા તે નીચે પડી ગઇ હતી. દીકરી બેભાન થઈને ઢળી પડતા પિતાએ પત્ની ને ઘરે આવવા જણાવ્યું હતું. ત્યારબાદ સગીરાને લઈને રિક્ષામાં ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા સગીરાએ દવા પીધી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે પરિવારજનો દ્વારા પણ તપાસ કરવામાં આવતા સગીરાએ ઘઉંમાં નાખવાની દવા પીધી હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં સગીરાની સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સગીરાનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.



સગીરાના મોત પહેલા ડોક્ટર દ્વારા સગીરાની પુછપરછનો વિડીયો બનાવ્યો હતો. જેમા સગીરાએ એવુ જાણાવ્યુ હતું કે મે ઘઉં મા નાખવાની દવા પિધેલ છે અને ડોકટર એ પુછતા જણાવેલ છે કે નિલેશે કીધુ હતુ કે મરીજા. ત્યારબાદ ડોકટરે કિધુ કે કોણ નિલેશ તો સગીરા એ કહેલ કે મારો ઘરવાળો છે તેમ આ વિડીયોમા જાણવા મળ્યું હતું. ત્યારબાદ ડોકટરે આ વીડીયો પિતા અને માતાને દેખાડ્યો હતો. જે જોતા આ નીલેશના લીધે સગીરાએ દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે કુવારી દીકરી કોઈ નિલેશને પોતાનો ઘરવાળો કહેતી હોવાથી પિતા અને માતા પણ ચોંકી ગયા હતા.  આ વિડીયો ના આધારે પિતા દ્વારા સગીરાને મરવા માટે મજબૂર કરનાર નિલેશ બોરીચા સામે આપઘાતની દુસપ્રેરણાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા સગીરાના ડેથ ડિકલેરેશનના આધારે નિલેશની શોધખોળ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે ત્રણ વર્ષથી સગીરા અને 21 વર્ષીય નિલેશ બોરીચા વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગઈકાલે બંને વચ્ચે કોલ પર વાત થઈ હતી. આ દરમિયાન નિલેશ ની સગાઈની અન્ય છોકરી સાથે વાત ચાલી રહી હોવાનું સગીરાને જણાવ્યું હતું. જેથી સગીરાએ નિલેશ ને પોતાની સાથે સગાઈ કરવા માટે જણાવ્યું હતું. જેથી નીલેશે મનાઈ કરતા સગીરાને માઠું લાગી આવ્યું હતું. ત્યારે કાપોદ્રા પોલીસ દ્વારા નિલેશ બોરીચાને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે નિલેશ બોરીચાને ઝડપી પાડ્યો હતો. નિલેશ મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઈટીયા ગામનો રહેવાસી છે. કાપોદ્રા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નિલેશને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કાપોદ્રા પોલીસ દ્વારા નિલેશના રિમાન્ડની માંગ કરવામાં આવી છે.