સુરતમાં આવ્યું ગુંડારાજ ?

સુરત શહેરમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. તેમાં કોઈ બે મત નથી કારણ કે શહેરમાં જાણે ગુંડા રાજ ચાલી રહ્યું હોય તેવી રીતે અસમાજિક તત્વો શહેરના લગભગ દરેક ખૂણે પોતાનો આતંક મચાવી લોકોને ધાકધમકીથી લુંટવા જેવી ઘટના જાણે સામન્ય બની ગઈ હોય તેવી ઘટના બનતા સુરતના સીંગણપોર ડભોલી ચારરસ્તા પાસેથી સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.



સુરત શહેરમાં જાણે પોલીસ અને પોલીસ સ્ટેશનો નથી અને શહેર પોલીસ ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવી રીતે સતત ક્રાઈમની ઘટનાઓ સુરતમાં વધી રહી છે. અને અસમાજિક તત્વો જાણે બેફામ બની ને પોતાની લુખાગીરી બતાવી જાનથી મારવાની ધમકી આપી લુટી લેવાની જેવી અનેક ઘટનાઓ જાણે સામન્ય બની રહી છે ત્યારે આવીજ એક ઘટના સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા ડભોલી ચાર રસ્તા પાસે સામે આવી છે જેમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ પણ એક વાર બે વાર નહિ પરંતુ ત્રીજી વાર હુમલો કરવામાં આવ્યો છે છતા પણ સિંગણપોર પોલીસ સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી રહી છે અને આ વિસ્તારમાં અસામાજિક તત્વો ઉપર પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવું લાગી રહ્યું છે.



મહત્વનું છે અગાઉ પણ આ યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે હાલ ફરિયાદ કોર્ટ સુધી પહોંચી છે અને કોર્ટમાં સમાધાન કરવા માટે યુવકને વારંવાર ધાક ધમકી પણ આપવામાં આવી હતી પરંતુ સમાધાન ન કરવાથી આ સામાજિક તત્વો ઉશ્કેરાયા હતા અને યુવક ઉપર હુમલો કર્યો હતો ત્યારે ઉલ્લેખનીય છે આ યુવક પાસે તેના કારીગરોને આપવા માટે 50000 સાથે રાખ્યા હતા જો કે આ પૈસાની પણ લૂંટ આ સામાજિક તત્વો દ્વારા ચલાવાઈ હોય તેવું પ્રાથમિક નજરે જણાય છે.



જ્યાં સમગ્ર ઘટના પછી ફરિયાદીનીમાં પોલીસ પાસે સુરક્ષા અને ન્યાયની માંગણી કરી રહી છે છતા પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય ક્રયવાહી કરવામાં આવતી નથી જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ફરિયાદીના માતાના કહેવા મુજબ યુવક જ્યારે દુકાનમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનકથી બે ઇસમો તેના પાસે આવી જુના કેસમાં સમાધાન કરવાની વાત કરી હતી જ્યાં ફરીયાદી પક્ષે ના પાડતા તેઓએ આ યુવક ઉપર હુમલો કર્યો હતો અને તેને ઢોર માર મારી તેના પાસેથી કારીગરને ઉપાડ આપવાના કુલ 50 હજાર રૂપિયા પણ લુટી લઇ ફરાર થઇ ગયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.