સુરતમાં લાગેલી ભયંકર આગના કારણો જાણી તમે હિન્દી ફિલ્મની યાદ આવી જશે

આ આગની ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં આવેલ ઉધના વિસ્તારના એક સ્વીમીંગ પુલ પાસે આવેલ એપાર્ટમેન્ટ અક્ષરકુંજ કેજાના પાર્કિંગમાં 13મી નવેમ્બરના રોજ અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.જેમાં 18 મોટર સાયકલ તેમજ 20 ડીજીવીસીએલ કંપનીના ઇલેક્ટ્રિક મીટર તથા વાયરીંગ બળીને કુલ 5.84 લાખ જેટલું નુક્શાન થયું હતું.જ્યાં આ સમગ્ર ઘટના અંગે સુરતની ઉધના પોલીસ દ્વારા એક કિશોર મળી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ પેટ્રોલ ચોરી કરવા ગયા હતા. આ દરમિયાન માચીસથી સિગારેટ સળગવતા આગનો બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


ત્યારે ચોરીની આ ઘટનાની જો વાત કરવામાં આવે તો હી માત્ર પેટ્રોલની ચોરી કરવા માટે આવેલા આરોપી ચોર એવા આયુષ બાદલ કુસ્વાહ કે જેના દ્વારા ફિલ્મી સ્ટાઈલમાં સિગારેટ પીવાનું મન થયું અને પછી શું આ ચોર દ્વારા માચીસથી સિગારેટ સળગાવી અને પછી ત્યાં આગનું જ્વાળામુખી ફાટી નીકળ્યું હોય તેમ આ લાગી ગઈ હતી.ગત 13 નવેમ્બર 2023ના રોજ રાત્રીના 3.30 વાગ્યાના સમયે એપાર્ટમેન્ટના વિભાગ-એના પાર્કિંગમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ત્યાં રહેલા 18 મોટર સાયકલ તેમજ ડીજીવીસીએલ કંપનીના 19 મીટર એક થ્રીફેઝ મીટર તથા અન્ય વાયરીંગ આગની ઝપેટમાં આવી જતા કુલ 5.84 લાખનું નુકશાન થયું હતું. આબનાવ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી.ઉધના પોલીસની ટીમે આ બનાવમાં 42થી વધુ CCTV કેમેરા તપસ્યા હતા અને આ ઘટનામાં આયુષ બાદલભાઈ કુશવાહ તથા ઉર્વેશ ગીરીશભાઈ પટેલ અને એક કિશોરને ઝડપી પાડ્યા હતા.



પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ત્રણેય લોકો ત્યાં પેટ્રોલ ચોરી કરવા માટે ગયા હતા.આ દરમિયાન કિશોર મોપેડ લઈને વોચમાં રહી એપાર્ટમેન્ટમાં આંટાફેરા મારતો હતો.મહત્વનું છે કે આ ઘટનામાં પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી આયુષ કુશવાહ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ આરોપી અગાઉ પણ સુરતની ઉધના પોલીસમાં 2 સહીત ઉમરા પોલીસ મથકમાં 1 ગુનો પહેલાથી નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો આ સમગ્રે મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે