સુરત કામદાર સંઘ દ્વારા વિરોધ

સુરત શહેરને દરરોજ સાફ-સફાઈ રાખનાર કામદારો આજે પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, વર્ષોથી કામ કરી રહ્યા છે પરંતુ પોતાની પડતર માંગની સંતોષવામાં નહીં આવતા કામદારોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.સુરત મહાનગર પાલિકા કચેરીમાં કામદારો દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. સુરત કામદાર સંઘ દ્વારા વિરોધ પ્રદશન કરીને ચોથા વર્ગના કર્મચારીઓ પડતર માગણીઓને લઈને કામથી અળગા રહીને હડતાળ પર ઉતર્યા છે.ત્યારે પાલિકાના ચોથા વર્ગના પ્રશ્નો માટે 15 લોકો ભૂખ હડતાલ પર ઉતર્યા છે.



સફાઈ કામદારો બેલદારોનું સ્વૈચ્છિક રાજીનામુનો અમલ કરવો, જૂની પેન્સન યોજનાનો અમલ તેમજ પાલિકાની ભરતીમાં રોસ્ટર પ્રથામાંથી વર્ગ 4 ના કર્મચારીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગણીઓને લઈને વિરોધ પ્રદશન કરીને ન્યાયની માંગ કરી રહ્યા છે.મહત્વની વાત એ છે જ્યારે પણ દિવાળીનો તહેવાર નજીક હોય ત્યારે કામદારો હડતાળ પર ઊતરતાં અધિકારીઓ પણ દોડતા થયા છે ત્યારે આ મામલે નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.