સુરત મહાનગર પાલિકાની નાનપુરા ઓફીસમાં લાંચ બે અધિકારી પકડાયા

સુરત મહાનગર પાલિકાની નાનપુરા ઓફીસમાં લાંચ બે અધિકારી પકડાયા

સુરતમાં વધુ બે સરકારી બાબુ લાંચ લેત્તા પકડાયા છે. મહાનગર પાલિકાના સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે..ફ્રુડ વિભાગના વહીવટી કલાર્ક અને ફ્રુડ સેફ્ટી ઓફિસર રૂપિયા 45 હજારની લાંચ લેતા પકડાયા છે.ગુજરાતમાં અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી,પગાર તો આવે છે પણ સાથે સાથે લાંચ લઈને તેમને વધુ ખુશી મળી છે અને તેમના મોંઘાદાટ મોજશોખ પણ પૂરા થાય છે.ત્યારે સુરતના ફૂડ ઈન્સ્પેકટર હેમેન ગોહિલ અને તેમના કલાર્ક ગુલામ શેખ રૂપિયા 45 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે.શાકભાજીના વેપારી પાસે લાંચ માંગી હતી.
વેપારીએ લાયસન્સ મેળવવા SMCમાં ઓનલાઈન અરજી કરી હતી.શાકભાજીના વેપારીને ફૂડ લાયસન્સ કાઢી આપવા માટે રૂપિયા ૪૫ હજારની લાંચ લેનાર મહીને ૧ લાખનો પગાર લેનાર પાલિકા ફૂડ સેફટી ઓફીસર હેમેન ગોહિલ તેમજ વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી હતી.સુરતના નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઈન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી કલાર્ક ગુલામ શેખને 45 હજારની લાંચ લેતા પકડયા હતા. તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી.