૧૯ વર્ષીય નવાઝ ખાનનું સપોર્ટ બાઈક સાથે અકસ્માત, જવાબદાર કોણ ?

૧૯ વર્ષીય નવાઝ ખાનનું સપોર્ટ બાઈક સાથે અકસ્માત, જવાબદાર કોણ ?

સુરત શહેરમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યો છે. તેમજ ડમ્પર ચાલકો પણ બેફામ બન્યા હોય તેમ એક પછી એક અકસ્માત કરી લોકોના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.જેમાં એક યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.ત્યારે ભાઠેનામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ભાઠેના બ્રિજ પર ટ્રક ચાલકે બાઈક ચાલકને ઉડાવ્યો હતો. જેથી 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર  ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.જેને લઈને યુવકના સંબંધીઓએ ન્યાયની માગ સાથે અકસ્માત સર્જનારા ટ્રકચાલક પર કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.



 યુવકના સંબંધી શેખ રોશને કહ્યું કે, મૃતક મારો ભાણેજ છે. નમાજ પઢ્યા બાદ ચા પાણી કરીને ભાઠેનાના નવા બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ લોકો થોડા સ્પીડમાં હતાં. બે ટ્રક એક સાથે હતાં. જેમાંથી એક ટ્રકે બ્રેક મારી હતી. જેમાં બાઈક ચાલક પડી ગયા હતાં. જેમાં તેમને ખૂબ ઈજા પહોંચી હતી. લોહી પણ ખૂબ વહી ગયું હતું. જેથી 19 વર્ષીય નવાઝ ખાનનું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકો સ્પીડમાં જ હતાં. તેઓ અકસ્માત કરી ફરાર થઈ ગયાં હતાં. અકસ્માત અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. ઝડપથી ન્યાય મળે તેવી માગ કરવામાં આવી છે.