10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો જાણો કોણ છે આરોપી

10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો જાણો કોણ છે આરોપી

સુરતના કતારગામ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવીને લાખો ની ચોરી કરનાર ચીકલીકર ગેંગના એક આરોપીન ધરપકડ કરવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટીના એક મકાનમાં ગત તારીખ 27 ડિસેમ્બરના રોજ મકાનમાં રહેતો પરિવાર ફરવા માટે આબુમાં આવેલ અંબાજી ગયા હતા, જે દરમિયાન મોડી રાતેત્રણ જેટલા ઈસમોએ ઘરનો દરવાજો તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત કુલ 9.78 લાખ ની ચોરીને અંજામ આપ્યો હતો.



જોકે ચોરી કરનારા ઈસમો સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગયા હતા અને જેને પગલે પોલીસે cctv ફૂટેજમાં આધારે ગુનો દાખલ કરીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ચોરી કરનાર ત્રણ પૈકી એક આરોપી મલખાન સિંગ સાબડા ની ધરપકડ કરાઈ છે.પકડાયેલા આરોપી ચીકલી કર ગેંગ નો સાગરીત છે.. હાલ તો પોલીસે ત્રણ પૈકી એક આરોપી ની ધરપકડ કરીને આ પકડાયેલ આરોપી ચોરી કરેલા દાગીના વેચવા માટેના ફિરાક માં હતો તે દરમિયાન બાતમી મળતા ની સાથે ધરપકડ કરવામાં સફળતા મળી હતી.