14 વર્ષથી વોન્ટેડ આરોપી કોણ છે જાણી લો

14 વર્ષથી વોન્ટેડ આરોપી કોણ છે જાણી લો

વર્ષ 2011 માં વરાછા વિસ્તારમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવનાર ઈસમને વરાછા પોલીસે 14 વર્ષ બાદ ઓરિસ્સાથી પકડી પાડ્યો હતો પોલીસે રીક્ષા ચલાવી અને સફાઈ કામદાર બનીને આરોપીને પકડી પાડ્યો હતો જેને પોલીસ મથક લાવીને ધરપકડ કરવામાં આવી હતી. સુરતના વરાછાના કારખાનામાં વર્ષ 2011માં સાગરિતો સાથે મળીને 1.77 લાખ રૂપિયાની લૂંટ કરનાર અને 14 વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે ઓરિસ્સા જઈ સફાઈ કર્મી અને રિક્ષાવાળા બનીને ઝડપી પાડયો હતો. વરાછા પોલીસે ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકને ઓરિસ્સાથી લાવી ધરપકડ કરી છે.26 સપ્ટેમ્બર-  2011ની સાંજે વરાછામાં અજંટા ડાયમંડના પહેલા માળે 3 લૂંટારૂઓએ આવી કાપડ વેપારી અને સ્ટાફને તમંચો બતાવી ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ 1.77 લાખની લૂંટ કરી હતી. આ સમયે ભાગવા જતા એક લૂંટારૂ પ્રભાત સ્વાઈ પકડાય ગયો હતો. જયારે તેના બે સાગરિતો ભાગી ગયા હતા.



 


લૂંટારૂ ટુલ્લુએ તે વખતે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. જોકે મુખ્ય આરોપી ભગી છૂટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે પોલીસના હાથે આરોપી મળ્યો ન હતો જોકે 14 વર્ષ બાદ આરોપી ઓરિસ્સા હોવાની બાતમી વરાછા પોલીસના સ્ટાફને મળી હતી જેને લઈને પોલીસ ઓરિસ્સા પોહચી હતી ત્યાં 10 દિવસ સુધી પોલિસ દ્વારા રીક્ષા ચલાવી અને સફાઈ કામદાર બનીને આરોપીની રેકી કરી હતી અને આરોપી હાથમા આવતા જ તેને પકડી પાડ્યો હતો જેને સુરત લાવી ધરપકડ કરવામાં આવી હતી અને 14 વર્ષ જુના ગુનાનો ભેદ ઉકેલાયો હતો