81માં ઉર્ષ શરીફમાં કોમી એકતાના દર્શન થયા

સૂફીઝમ સહિત કોમીએકતા અને ભાઈચારા માટે જાણીતું સુરત શહેર કે જેની એકતા અને અખંડિતામાં વધારો કરનાર સૂફી સંત હઝરત પીર હાજી ઈનાયત અલી શાહ વારસીના 81માં ઉર્સ મુબારકની ઉજવણી કોમીએકતા ભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. જ્યાં સુરત શહેરની પ્રગતિ માટે રાતીબે રીફાઇ થકી ખાસ દુવા પણ કરવામાં આવી હતી.



ભારત એક એવો દેશ છે જ્યાં લોકો વિવિધ ભાષાઓ બોલે છે અને વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે. તેથી જ ભારતને આજે વિવિધતામાં એકતાનો દેશ કહેવામાં આવે છે. જ્યાં ભારત દેશની એકતા અને અખંડિતામાં વધારો કરનાર સુફી સંતોનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે. જ્યાં સુફીઝમ હર હમેશ પ્રેમ અને ભાઈચારાની મિસાલ બનીને સામે આવતા દેખાયા છે. ત્યારે ભારત દેશના ખૂણે ખૂણે આવેલ ખાનકાહ અને દરગાહઓથી હર હમેશ દેશ પ્રેમની લાગણી દેખાતી આવી છે ત્યારે આવોજ પ્રેમ અને ભાઈચારાનો સંદેશો લઇ સુરતની ધરતી પર બિરાજમાન સુફી સંત હઝરત પીર હાજી ઈનાયત અલી શાહ વારસીના 81માં ઉર્ષ શરીફની ઉજવણી એ સમગ્ર વિસ્તારને સુફીમય બનાવી ધીધો હતો. જેમાં મોહલ્લાના યુવાનો દ્વારા નાત જાતના ભેદભાવ વગર વેજ લંગર થકી દરેક માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦૦ થી પણ વધુ લોકો જોડાયા હતા. 



ત્યારે મહત્વનું છે કે ઇસ્લામમાં સુફી સંતો અને સુફીઝમ હમેશા કોમી એકતા અને ભાઈચારનું પ્રતિક રહ્યું છે સુફી સંતોની દરગાહ પર કદી કોઈ એક જાતિ વિશેષ ની વાત નહી થતી અહી દરેક ધર્મના લોકો ને આવકાર છે અને આજ આવકાર અને પ્રેમ ભરો સંદેશ લઈને સુરતની ધરતી પર છેલ્લા ૮૧ વર્ષથી સુરત શહેરના સૈયદપુરા વિસ્તારના ખ્યાતનામ સુફી સંત હઝરત પીર હાજી ઈનાયત અલી શાહ વારસી દાદા જેમના દરપર આવનાર દરેક ભાવી ભક્તોની મનો કામના પૂરી થતી હોય છે. જ્યાં દરેક પોતાનું શીશ ઝૂકાવી આવતા દેખાતા હોય છે.