aap દ્વારા ભાજપ સરકારને નિશાના પર લેવામાં આવી, જાણો ખેડૂતો માટે શું માંગણી કરવામાં આવી

અતિ ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે: ઇસુદાન ગઢવી


વરસાદ બંધ થયા બાદ સરકાર તાત્કાલિક સર્વે કરાવે તેવી અમારી માંગણી છે: ઇસુદાન ગઢવી


શ્રમિકો અને ખેત મજૂરો ઘરની બહાર પણ નીકળી શકતા નથી, આવી પરિસ્થિતિમાં તેમના માટે કેશડોલની વ્યવસ્થા કરવામાં આવે: ઇસુદાન ગઢવી


કેન્દ્ર અને રાજ્ય સરકારની નાખમાં દમ લાવી દેનાર AAP દ્વારા અનેક મુદ્દે ભાજપ સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે ત્યારે હાલ ફરી ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના નિશાના પર આવી ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક ગંભીર મુદ્દા પર એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે,


સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ પણ ફુંકાયો છે. જેના કારણે લાખો લોકોને અને ખાસ કરીને તો ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જ્યાં દ્વારકા જિલ્લાના વિસ્તારમાં અત્યારે એક પણ એવું ખેતર નહીં હોય જ્યાં પાણી નહીં ભરાયા હોય. અને અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે, થાંભલાઓ પડી ગયા છે અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જ્યાં આ સમગ્ર હોનારત જોઈ હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ શરૂ થાય તેના માટે ઝડપી પગલા લેવામાં આવે : ઇસુદાન ગઢવી


સમગ્ર વરસાદી આફત જોઈ ઇસુદાન ગઢવી દ્વારા દ્વારકા અને આસપાસના જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી. એ માટે સરકાર તાત્કાલિક ધોરણે શ્રમિકો અને મજૂરો માટે કેશડોલની વ્યવસ્થા કરે તેવી અમારી માંગણી છે.


આ વરસાદ બંધ થયા બાદ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે તેવી પણ મારી માંગણી છે કારણ કે ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. બાગાયત પાક અને મગફળી કપાસના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. હું આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે જેટલી પણ યથાશક્તિએ મદદ થાય તેથી મદદ જનતાને કરવામાં આવે. દ્વારકા જિલ્લામાં લગભગ 30 થી 35 ઇંચ વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. હાલ હું દ્વારકા જિલ્લાના જ વિસ્તારોમાં છું. અને હાલ સમગ્ર સૌરાષ્ટ્ર અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ છે. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ પરિસ્થિતિમાં લોકોની મદદ કરે.