એક તરફ જ્યાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે લગ્ન કરવા એટલે ઘણો મોટો ખર્ચ અને આર્થિક સંઘર્સ કહેવાય છે ત્યારે સુરતના અશરફી ફાઉન્ડેશન દ્વારા ગરીબ દીકરીઓના ઈજતેમાઈ નિકાહ એટલે કે સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશ હોય કે વિદેશ હોય દરેક જગ્યા દાન કરવા વાળા દેખાતા હોય છે જ્યાં દરેક દાનની વ્યાખ્યા ક્યાંકને ક્યાંક અલગ હોતી હોય છે. ત્યારે આજના સમયમાં સૌથી મોટું દાન કોઈ હોય તો તે છે કન્યાદાન અને જયારે કોઈ દીકરીનું ક્નાયાદની વાત આવે ત્યારે સમગ્ર ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં સુરત મોખરે આવે છે, જ્યાં અનેક સેવાકીય સંસ્થા દ્વારા સમુલ્હ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સુરત શહેરના નાનપુરા હબીબશાહ મોહલ્લા સ્થિત અશરફી ફાઉન્ડેશન દ્વારા ગરીબ યુવક યુવતીઓનું સાદગી સાથે નિકાહ કરાવી માનવતા મહેકવામાં આવી છે.
આજના કપરા સમયમાં એક દીકરીના પિતા બોજા હેઠળ દબાયેલ હોય છે જ્યારે દીકરીની ઉમર શાદી લાયક બને ત્યારે દીકરાના પિતા મોંઘવારીના કારણે લગ્નમાં કરિયાવર ( એટલે દહેજ) માટે સંકોચઅનુભવતા હોય છે, ત્યારે સુરત શહેરમાં કેટલીક સામાજિક સંસ્થાઓ છે કે, જે સમૂહલગ્ન થકી આવા પિતાનો લગ્નનો ભાર હળવો કરી રહી છે.જ્યાં સુરત શહેરના નાનપુરા હબીબશાહ વિસ્તારમાં આયોજિત પાંચવા ઈજતેમાઈ નિકાહ એટલે કે સમુલગ્નનું આયોજન અશરફી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં આર્થિક સંક્રમણથી પીડાતા લોકોનું વિશેસ સમાવેશ કરવામાં આવ્યું હતું અને જેમાં ૧૨ ગરીબ દીકરીઓના લગ્ન પુરા સમાજમાં એકતા અને પ્રેમના પ્રતિક સાથે જોવામાં આવ્યા હતા.અને જેમાં મુસ્લિમ ધર્મગુરુ સલાઉદ્દીન અશરફ સાથે પીરે તરીકત ફયાઝબાબા રીફાઇ અને સૈયદ અલી ફીફાઈ ખાસ ઉપસ્તિથ રહી દરેક દીકરીઓના આવનાર ભવિષ્ય માટે દુવાઓ કરી હતી.
એક ઘર પરિવારનું ગુજરાન ચલાવા માટેની દરેક જરૂરિયાતની ચીજ વસ્તુઓની ભેટ સોગાત અશરફી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા ત્યાં હાજર દરેક સમાજના લોકો અને વડીલો એ પણ આ ઈજતેમાઈ નિકાહ ને બિરદાવ્યા હતા અને સાથે કુબૂલ હે કહીને પોતાના આવનાર ભવિષ્યને ૧૨ દીકરીઓએ સાદગીથી અપનાવી અસરફી ફાઉન્ડેશનનું આભાર વ્યક્ત કર્યું હતું. સામાન્ય રીતે લગ્નમાં વિવિધ ખર્ચઓ અમુક કુરિવાજોને લીધે કરવામાં આવતા હોય છે , જેના પાછળ લાખો રૂપીયા ખર્ચાઈ જવાની આશંકા રહેતી હોય છે. ત્યારે આજના સમયમાં , એકતા અને પરસ્પર પ્રેમના પ્રતિક સમાન ઈજતેમાઈ નિકાહનું વિશેષ આયોજન મોંઘવારીના સમયમાં કરાતા સમગ્ર દેશવાસીઓમાં માનવતા અને પ્રેમનો સંદેશો પહોચ્યો હતો, ત્યારે અશરફી ફાઉન્ડેશન જેવું આયોજન અન્ય સમાજ પણ અપનાવે તે આજના સમયની માંગ છે.