ક્રિકેટનો મહા યુદ્ધ એટલે વિશ્વ કપ જેને આપણે બધા વર્લ્ડકપ તરીકે જાણીએ છે જે દર ચાર વર્ષે અલગ અલગ દેશોમાં રમતો આવ્યો છે. જેની યજમાની આ વખતે એટલે ૨૦૨૩માં ભારતે કરી હતી અને જેનું ફાઈનલ ૧૯ મિના રોજ ગુજરાતના ahemadabad માં આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું -જેમાં ટીમ ઇન્ડિયાની હાર થતા ઓસ્ટ્રેલીયા ફરી ચેમ્પિયન બની હતી. પરંતુ ચેમ્પિયન બનતા પોતાની ગંદી હરકતોથી હર હમેશ વિવાદોમાં રહેતા ઓસ્ટ્રેલીયાના ક્રિકેટરો ફરી એવીજ હરકત કરતા દેખાયા હતા અને બની ગઈ એવી ઘટના કે આજે સમગ્ર વિશ્વ એમને અનેક રીતે કોમેન્ટ્સ કરી રહ્યો છે.
હમેશા દારૂના નશામાં અનેકવાર મહિલાઓ સાથે કે પછી દારૂની મેહફીલો માણતા દેખાતા એવા ઓસ્ટ્રેલીયાના ક્રિકેટરો ફરી વિવાદમાં આવ્યા છે. ઘટના એવી છે કે વર્લ્ડકપ જીત્યા પછી તેની ઉજવણીમાં એવા નશામાં થઇ ગયા કે ભાન ભૂલી ગયા અને કરી દીધી ગંદી હરકત જેથી સોસીયલ મીડિયામાં થઇ રહ્યા છે બદનામ
ક્રિકેટર મિશેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી પર પોતાના બંને પગ મૂકી રહ્યો છે. અને આ ફોટો સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, અને ત્યારબાદ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ચાહકોએ માર્શની ક્રિયાને 'અનાદરપૂર્ણ' ગણાવી હતી અને આ માટે તેની ભારે ટીકા થઈ રહી છે.
વાસ્તવમાં, આ તસવીર ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ ટ્રોફી જીત્યાના કલાકો બાદ શેર કરવામાં આવી હતી. રવિવાર, 19 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યજમાન ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલ મેચમાં જીત મેળવી હતી. અને ત્યાર બાદ આ તસવીર હોટલના રૂમની લાગે છે, જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ આરામથી બેસીને એકબીજા સાથે વાત કરી રહી હતી.
સોશિયલ મીડિયા પર માર્શની આકરી ટીકા કરતી પોસ્ટમાં, તમે જોઈ શકો છો કે કેવી રીતે તેનો ગોલ્ડ મેડલ બતાવતી વખતે માર્શ તેના બંને પગ ટ્રોફી પર રાખતો હતો. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ ટ્રોફી પ્રત્યેના આવા અનાદરપૂર્ણ કૃત્ય બદલ તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું.
ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું પણ ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને તેનું છઠ્ઠું ટાઇટલ જીત્યું છે અને આ મેચ અમદાવાદમાં યોજાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદીનું યોગદાન આપતા ભારતે 240 રન બનાવ્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે શાનદાર ઇનિંગ રમી હતી અને 120 બોલમાં 137 રન બનાવીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. ઓસ્ટ્રેલિયાએ 42 બોલ બાકી રહેતાં છ વિકેટે આસાનીથી જીત મેળવી લીધી હતી.
મહત્વનું છે કે આપણો દેશ હોય કે કોઈ પણ દેશ જે પણ સન્માન મળે તે દરેકને દિલથી સૌથી નજીક થઇ જતું હોય છે અને આવું સન્માન કે જે વિશ્વ સ્તરે પોતાનું નામ અને દેશનું નામ રોષ કરે તેને તમે જાતે સન્માન નહિ આપો તે કેટલું યોગ્ય કહેવાય ?