સુરત પાલિકાના અંગુઠાછાપ ભાજપ શાસકોને સમર્પિત:
----------------------------------------------------------
સુરતના ઇતિહાસમાં પહેલી વખત ખાસ અસામાજિકો માટે દારૂ પીવા કરોડોના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવ્યું
કરોડોના ખર્ચે વર્ષો પહેલા ભેસ્તાન વિસ્તારમાં શોપિંગ સેન્ટર બનાવીને ફાળવણી જ ના કરી
દુનિયાભરના ગેરકાનૂની કામો ચાલે છે છતાં પાલિકાના સત્તાધીશો અને ભાજપ શાસકો આંખ આડા કાન કરે છે : વિપક્ષ નેતા પાયલ સાકરીયા
ભાજપના નેતાઓ પ્લાનિંગ વગર અણધડ આવાસો અને શોપિંગ કોમ્પ્લેક્સ બનાવે છે કેમકે તેમને લોકોના હિતમાં નહીં, ફક્ત કમિશનમાં જ રસ છે : ઉપનેતા મહેશભાઈ અણઘણ
સુરત શહેરના દરેક નાગરિક માટે હર હમેશા ખાબેથી ખબા મલાવીને ચાલતું એક માત્ર સુરતમાં રાજનેતિક કોઈ પાર્ટી છે તો તે આપ એટલે આમ આદમી પાર્ટી છે એવું આજે જનતા કહી રહ્યા છે, કારણ કે હાલ સુરત મહાનગરપાલિકા વિપક્ષના એવા નેતા પાયલબેન સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિપક્ષ દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા, મનીષાબેન કુકડીયા, કુંદનબેન કોઠીયા સહીત આમ આદમી પાર્ટીના સુરત લોકસભા ઇન્ચાર્જ એવા રજનીકાંત વાઘાણી, કિરીટભાઈ કેવડિયા, જગદીશભાઈ કુકડીયા અને સ્થાનિક કાર્યકરોએ રવિવારે ભેસ્તાન વિસ્તારની મુલાકાત લેતા ત્યાંના રહીશોએ જણાવ્યું કે ભેસ્તાન ખાતે આવેલ શોપિંગ સેન્ટર કે જે આજે ખંડેર હાલતમાં છે અને બન્યાને નવ વર્ષ થવા છતાં પણ અહી હજુ સુધી કોઈને ફાળવણી થઇ નથી.
સમગ્ર મામલે વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા સહીતની એમની ટીમે સુરત ખાતેના ભેસ્તાન શોપિંગ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી અને ત્યાંનો નજારો જોઈ સૌ કોઈ જાણે ચોંકી ઉઠ્યા હતાં. અને ઠેર ઠેર દારૂની બાટલીઓ, દેશીની પોટલીઓ તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
આ સમગ્ર મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, સુરતના ભેસ્તાન શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પૈસાનું પાણી કરવું સમાન છે. જ્યાં વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે પણ ભાજપ શાસકોની અણધડ નીતિ અને પાલિકાના કામચોર અધિકારીઓની મીલીભગતથી હજુ સુધી કોઈને એકપણ દુકાન ફાળાવવામાં આવી નથી. અને અધૂરામાં પુરુ ત્યાં એકમાત્ર 'આયુષ્માન આરોગ્ય મંદિર' ચાલતું દેખાય છે, અને જ્યાં રોજના કેટલાય આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે તેઓ પણ જાણે આખી વાતમાં શામેલ હોય તેમ આંખ આડા કાન કરતા રીતસરના જોવા મળે છે.
સમગ્ર મામલે સુરતના ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃતિઓ કરવાં માટે જ અહી આ ખાસ આ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રીત સરનું લાગીરહ્યું છે. ત્યારે ઠેર ઠેર દારૂની બોટલો, દેશીની પોટલીઓ જોઈ શકાય છે. લોખંડની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે. અને બાથરૂમમાંથી પણ વસ્તુઓ ગાયબ છે. મતલબ કે અહી વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયાં છે. અને જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે.
આપના નેતા પાયલબેન સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અહી લોકો લોહી પસીનો એક કરીને પાલિકાને ટેક્ષ ચૂકવે છે અને સુરતના અણધડ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઇ જાય છે. જ્યાં પારાવાર ગંદકી પણ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી. અને સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય તો તેમને 500 થી 1000 રૂપિયાની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આ આરોગ્ય ખાતું આ સમગ્ર મામલે કેમ પગલાં લેતું નથી તે પણ શંકાનો વિષય છે.
આ મામલે ઉપનેતા મહેશભાઈ અણઘણે આ મુદ્દે જણાવ્યું હતું કે, ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે. અને લાખો કરોડોના કામો મંજુર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની એમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે. અને સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજદિન સુધી વિચાર્યું નથી. સાથે પ્રજાના પૈસે આવા કેટલાય કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવીને તેને નધણિયાત હાલતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે તેવી વાત તેમના દ્વારા મુકવામાં આવી હતી.