ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે.
ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર રમાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેદાનની પીચ પર ભારત સાથે ફાઈનલ મેચ રમી રહેલી ટીમની મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે.
દરમિયાન, વર્લ્ડ કપ 2023 અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. પ્રથમ સેમિફાઇનલ ટોચની ચાર ટીમોમાંથી બે ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ છે. હવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો આમને-સામને છે. આમાંથી વિજેતા ટીમ ભારત સાથે ફાઇનલ મેચ રમશે. મહત્વનું છે કે વર્લ્ડકપ હવે તેના અંતિમ ચરણમાં આવી ગયું છે અને જેમાં હાલ રમાયેલી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ બાદ કોઈ એક ટિમ આપણી ભારતીય ટિમ સાથે ટકરાશે અને અને પછી વર્લ્ડ ચેમ્પિયન બનીને સામે આવશે.
ક્રિકેટ ચાહકો પાસે ક્રિકેટનો મહાકુંભ જોવાનો છેલ્લો મોકો છે.
મહત્વનું છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં રમાશે. જ્યાં team india એ મોહમ્મદ શમી અને વિરાટ કોહલીની મદદથી ન્યૂઝીલેન્ડ ને ધૂળ ચખાડી એ સાથે જ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ ગ્રાઉન્ડની ટિકિટો online વેચાણ શરૂ થઈ ગયું હતું અને હવે ટિકિટો ફટાફટ વેચાઈ રહી છે
અમદાવાદ સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકોની ક્ષમતા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખ દર્શકોની છે. ફાઇનલ મેચ પહેલા, આ મેદાન ભારત અને પાકિસ્તાનની શાનદાર મેચમાં દર્શકોથી ભરચક હતું. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
સેમિફાઇનલ જીતવા બદલ અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને શાનદાર શૈલીમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો. ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન. તેમને લખ્યું હતું કે, 'આજની સેમિફાઇનલ મેચ ખૂબ જ ખાસ છે. ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. શમીની બોલિંગને લઈને પીએમે લખ્યું હતું કે, 'શમીએ અત્યાર સુધી આ રમત અને આખી ટૂર્નામેન્ટમાં જે રીતે બોલિંગ કરી છે. ક્રિકેટ પ્રેમીઓ તેને પેઢીઓ સુધી યાદ રાખશે. મહાન રમત શમી...ત્યારે હવે જોવાનું છે કે આ હાઇવોલેટજ ડ્રામાં વચ્ચે કોના સરે વોર્લ્ડ કપનો તાજ જશે તે તો રવિવારની ફાઇનલ મેચ પછી ખબર પડશે.