સુરતમાં ભાજપની નબળી નેતાગીરીના લીધે જાણે આ વર્ષે ફરી એકવાર સુરતમાં ખાડી પૂર આવી શકે ? તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં દર વખતે આવતી ખાડી પૂર અટકાવવા માટે વહિવટી તંત્ર પાસે ૬ મહિના અગાઉ પ્રભારી મંત્રી સામે ખાડીમાં આવેલા ઝીંગા તળાવ ને દુર કરવા બાબતે રજુઆત કરાઈ હતી. જોકે, છ મહિના બાદ પણ કામગીરી ન થતાં સુરતના મેયરે કલેક્ટરને પત્ર લખીને ભીમપોર ગામ પાસે આવેલ ઝીંગા તળાવોના દબાણો દુર કરી જમીનને સમથળ કરવા પત્ર લખવો પડ્યો હતો છતાં કોઈ કામગીરી ન થતાં આજે ફરી દિપક ઇજારદાર દ્વારા પત્રકાર પરિષદ બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં સમયાંતરે પૂર આવે છે. ત્યારે મહત્વનું છે કે, અહીની ખાડી પૂરના કારણે જાણે સુરતને કરોડો રૂપિયાનું નુકસાન થાય તો છે જ ? સાથે સાથે ખાડી પુરના કારણે હજારો લોકો પ્રભાવિત પણ થાય છે તેવા આક્ષેપો દીપક ઈજારદાર દ્વારા કરવામાં આવ્યા હતા. છ મહિના પહેલાં સુરતના વહિવટી તંત્ર સાથે બેઠક મળી હતી તેમાં પ્રભારી મંત્રી કનુ દેસાઈની હાજરીમાં સુરતના ખાડી પૂર માટે જવાબદાર ઝીંગાના તળાવના કારણે ખાડીના પાણીનું વહેણ અટકે છે તેથી તેને દુર કરવા માટે રજુઆત કરી હતી. ત્યારે મહત્વનું છે કે, સુરતના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેર કાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે ત્યાના વિસ્તારમાં પર્યાવરણ અને સાથે સ્થાનિકોની આજીવિકા ઉપર સીધી અસર થઈ રહી છે. સાથે સુરત શહેર અને જિલ્લાના કેટલાક ખેડૂત આગેવાનો અને જાગૃત નાગરિકો સાથે ખેડૂતો દ્વારા છેલ્લાં અનેક વર્ષોથી ધણી રજૂઆતો કરવામાં આવી છતાં પણ સુરત જીલ્લાના વહીવટી તંત્રનું આજ દિન સુધી અહીની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલા અનેક ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી.
મહત્વનું છે, કે, છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડી પૂર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તારના ગામો જેવા કે ખજોદ, આભવા, ઉભરાટ, ભીમરાડ, ગભેણી, બુડિયા, દીપલી વિગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીના ભરાવાની સમસ્યા વિકટ બનતી જાય છે. જેના લીધે લોકોના જાન જોખમમાં મુકાય છે અને ગરીબોની માલ-મિલકતને ભયંકર નુકસાન પહોંચે છે. આ સમસ્યાનું મૂળ કારણ ખાડીના મુખ પાસે તેમજ આભવા, ખજોદ તેમજ ભીમપોરના દરિયા કિનારાની અંદર અતિક્રમણ કરી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો છે. આ હકીકત સરકાર સારી રીતે જાણે છે. મિડીયાએ પણ તેની ગંભીર નોંધ લીધી છે. અને સુરત મહાનગર પાલિકાએ પણ આ બાબતે તાકીદના પગલા લેવા કલેકટરનું ધ્યાન દોર્યું છે. પરંતુ હજુ સુધી તંત્રએ કોઈ પગલાં લીધા નથી. ત્યારે હવે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને હજુ પણ મોડું થયું નથી. તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા, સ્થાનિક રહીશોને પૂરની બરબાદીથી બચાવવા અને ભીમપોર, ડુમસ, આભવા, સુલતાનાબાદ, ખજોદની તમામ સરકારી જમીનોમાં આ ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ઝીંગા તળાવોને યુધ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા દીપકભાઈ ઈજારદારે રજૂઆત કરી છે ત્યારે હવે જોવું એ રહયુ કે શું તંત્ર જિંગા તળાવ બાબતે કોઈ નક્કર પગલાં લઈ ખાડી પુરથી લોકોને બચાવશે કે પછી જેવુ ચાલતું આવ્યું છે તેવું ચાલતું રહેશે તે હવે જોવું રહયું.
સુરત શહેર ના ડુમસ વિસ્તાર માં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડી પૂર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તારના ગામો જેવા કે ખજોદ, આભવા, ઉભરાટ, ભીમરાડ, ગભેણી, બુડિયા, દીપલી વિગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીના ભરાવાની સમસ્યા વિકટ બનતી જાય છે. જેના લીધે લોકોના જાન જોખમમાં મુકાય છે અને ગરીબોની માલ-મિલકતને ભયંકર નુકસાન પહોંચે છે. આ બાબતે ભીમપોર ગામ ના રહેવાસી દિપકભાઈ ધીરુભાઈ ઇજારદાર એ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આ સમસ્યાનું મૂળ કારણ ખાડીના મુખ પાસે તેમજ આભવા, ખજોદ તેમજ ભીમપોરના દરિયા કિનારાની અંદર અતિક્રમણ કરી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો છે. આ હકીકત સરકાર સારી રીતે જાણે છે. સુરત મહાનગર પાલિકાએ પણ આ બાબતે તાકીદના પગલા લેવા કલેકટરનું ધ્યાન દોર્યું છે. પરંતુ અગમ્ય કારણોસર હજુ સુધી તંત્રએ કોઈ પગલાં લીધા નથી જેથી વરસાદ થાય એ પહેલાં સુરત મનપા કમિશ્નર શાલિની અગ્રવાલ અને જવાબદાર અધિકારીઓ વેહલી તકે કાર્યવાહી હાથ ધરી તેવી અપીલ કરાઇ.
હવે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને હજુ પણ મોડું થયું નથી. તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા, સ્થાનિક રહીશોને પૂરની બરબાદીથી બચાવવા અને ભીમપોર, ડુમસ, આભવા, સુલતાનાબાદ, ખજોદની તમામ સરકારી જમીનોમાં આ ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ઝીંગા તળાવોને યુધ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા ઉપરાંત શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સળગતા પ્રશ્નો અંગે ડુમસ, સુલતાનાબાદના સામાજિક અગ્રણી દીપકભાઈ ઈજારદારે "ઝીંગા તળાવ હટાવ અને સુરત શહેર બચાવ અભિયાન" નો પ્રારંભ કરવાની તૈયારી કરી છે.