ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ પછી, ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી એરપોર્ટ પર કેટલાક મીડિયા વ્યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલીમાં સામેલ થયા હતા. જ્યાં કોહલી, જેઓ પોતાના અંગત જીવનને તેની કારકિર્દી સાથે સંબંધિત લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે, તે મીડિયા દ્વારા તેને અને તેમના પરિવારના સભ્યોને પકડવાથી ખુશ ન હતા.
એરપોર્ટ પર તેમને અને તેમના બાળકોને કેમેરામાં કેદ થતા જોઈને કોહલીએ પોતાનો ગુસ્સો ગુમાવી દીધો હતો. જોકે, પાછળથી ખબર પડી કે આ માત્ર ગેરસમજ હતી. જ્યાં એવા અહેવાલો છે કે કેટલાક પત્રકારો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા હતા ત્યારે કોહલી અને તેમનો પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અને ત્યા કેમેરાએ કોહલી પર ફોકસ કરતા જ જેને જોઈને ભારતીય સ્ટાર ખુશ નહોતો. અને ત્યા તંગદિલીભરી વાતોમાં સામેલ કોહલી ચેનલ 7ના કેમેરા તેના અને તેના પરિવાર પર ફોકસ કરતા કોહલીને આશ્ચર્ય થયું.
તેમની ગોપનીયતાનું સન્માન કરવામાં ન આવે તેવી ચિંતાને લઈને તે એક ટીવી રિપોર્ટર સાથેની તંગ વાતચીતમાં સામેલ હતો. ત્યારે ત્યાં હાજર એરપોર્ટ પર હાજર પત્રકારે શું કહ્યું તેની જો વાત કરવામાં આવે તો, 7 ન્યૂઝ પર એરપોર્ટ પર હાજર એક રિપોર્ટરે કહ્યું, જ્યારે કોહલીએ કેમેરા જોયા તે ગુસ્સે થઈ ગયો જ્યારે તેને લાગ્યું કે મીડિયા તેના બાળકો સાથે તેની તસવીરો લઈ રહ્યું છે. આ એક ગેરસમજ છે.
વિરાટ કોહલીને કહેતા સાંભળી શકાય છે, કે "મારાબાળકો સાથે મારે થોડી ગોપનીયતાની જરૂર છે, અને તમે મને પૂછ્યા વિના કોઈ ચિત્રો લઇ રહ્યા છો ? જ્યારે કોહલીને ખાતરી આપવામાં આવી હતી કે તેના બાળકો સાથેના ફોટોગ્રાફ્સ ન લેવાતાં મામલો શાંત પડી ગયો હતો. એક અહેવાલ મુજબ કોહલી જરૂરી ખાતરી મળ્યા બાદ તેમણે ચેનલ 7ના કેમેરામેન સાથે હાથ મિલાવ્યા હતા.
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં કોહલીનું પ્રદર્શન સારું રહ્યું નથી. અને પર્થમાં બીજી ઇનિંગમાં સદી ફટકારવા ઉપરાંત અનુભવી બેટ્સમેને રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. આ સાથે બેટથી કુલ 4 અન્ય મેચોમાં વિરાટ માત્ર 26 રન જ બનાવી શક્યો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે, અને આ સાથેજ પર્થમાં જીત બાદ ભારતને મળેલી લીડનો અંત આવ્યો છે. તો બીજી તરફ સતત વરસાદને કારણે બ્રિસબેનની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. અને બંને ટીમો વચ્ચે આગામી મેચ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં યોજાવાની છે.