love is blind : શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા જાણો વધુ માહિતી

સુરતના પુણા વિસ્તારમાંથી શિક્ષિકા 11 વર્ષના બાળકને લઈને ભાગી જતા પુણા પોલીસે રાજસ્થાના શામળાજી બોર્ડર પાસેથી ઝડપી પાડ્યા હતા બંનેને સુરત લાવી પૂછતાછ હાથ ધરવામાં આવી હતી જોકે શિક્ષિકા બાળકનેશા માટે લઇ ગઈ શું પ્રેમ સબંધ હતો કે પછી અન્ય બાબત તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા માત્ર 11 વર્ષના વિદ્યાર્થને લઈને ઘરેથી ફરાર થઇ ગઈ હતી જોકે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પુણા પોલીસનાજણાવ્યા પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેના જે મોબાઈલ નંબર હતો તે રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો.



જેથી તેને ટ્રેસ કરવો પોસિબલ ન હતું. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના બાબતે એક જાણકારી એવી મળી હતી કે જેના આધારે બંને મળી આવ્યા હતા અને એ માહિતી એવી હતી કે આ શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો.



મોબાઈલ નંબર આધારે પુણા પોલીસ દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા. જેને રાજસ્થાનના બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.