mahakumbh બાબતે રાહુલ બાબા શું બોલ્યા સાંભળો

mahakumbh બાબતે રાહુલ બાબા શું બોલ્યા સાંભળો

mahakumbh 2025 : ભક્તો કરતાં VIP પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને જ્યાં આ મહાકુંભમાં નાસભાગના કારણે યોગી સરકાર પર રાહુલ ગાંધી નારાજ થઇ રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ જેથી કરીને આજ જેવી દુ:ખદ ઘટનાઓ ફરી ન બને. અને વીઆઈપી કલ્ચર પર અંકુશ મૂકવો જોઈએ અને સામાન્ય ભક્તોની જરૂરિયાતોને પહોંચી વળવા સરકારે વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ. કોંગ્રેસ કાર્યકર



પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં થયેલી નાસભાગ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન પણ આવ્યું છે. જ્યાં તેમણે મૌની અમાવસ્યાના અવસર પર બનેલી ઘટના માટે યુપી સરકારને જવાબદાર ઠેરવી હતી. સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે આ દુ:ખદ ઘટના માટે સામાન્ય ભક્તોની જગ્યાએ ગેરવહીવટ અને VIP મૂવમેન્ટ પર પ્રશાસનનું વિશેષ ધ્યાન જવાબદાર છે.



તેમણે વધુમાં કહ્યું, કે 'મહાકુંભમાં હજુ ઘણો સમય બાકી છે, હજુ ઘણા મહાસ્નાન થવાના છે. આજના જેવી દુ:ખદ ઘટના ફરી ન બને તે માટે સરકારે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ. vip કલ્ચર પર અંકુશ મૂકવો જોઈએ અને સામાન્ય ભક્તોની જરૂરિયાતોને પહોંચી વળવા સરકારે વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ. હું કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને પીડિત પરિવારોને મદદ કરવા વિનંતી કરું છું. રાહુલ ગાંધીએ કહ્યું કે હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને સાથે ઘાયલો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.



પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગને કારણે અનેક લોકોના મોત અને અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. રાહુલ ગાંધીએ મહાકુંભમાં મૃત્યુની વાત કરી છે, પરંતુ હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઘટના માટે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ પ્રશાસન અને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટના ગેરવહીવટનું પરિણામ છે અને પ્રશાસન VIPની સુરક્ષામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે મૌની અમાવસ્યાના અવસર પર લગભગ બે કરોડ લોકોએ પ્રયાગરાજમાં સ્નાન કર્યું છે



અખિલેશ યાદવે કહ્યું કે, મહાકુંભમાં નબળી વ્યવસ્થાના કારણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે સરકારે સંપૂર્ણ વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ એક દુઃખદ ઘટના છે. તેમણે કહ્યું, 'અમારી સરકારને અપીલ છે કે ગંભીર રીતે ઘાયલોને એર એમ્બ્યુલન્સની મદદથી નજીકની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં લઈ જઈને તાત્કાલિક તબીબી વ્યવસ્થા કરવામાં આવે. મૃતકોના મૃતદેહોની ઓળખ કરી તેમના પરિવારજનોને સોંપવાની અને તેમના નિવાસસ્થાને મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. જેઓ વિખૂટા પડી ગયા છે તેમને ફરીથી જોડવાના તાત્કાલિક પ્રયાસો કરવા જોઈએ. હેલિકોપ્ટરનો યોગ્ય ઉપયોગ કરીને દેખરેખ વધારવી જોઈએ.