બેદરકારી આ શબ્દ લગભગ દરેક ગુજરાતી એ સાંભળ્યો હશેજ કારણકે વખતો વખત અનેક જગ્યાએ એવી એવી બેદરકારીના દ્રશ્યો આપણે જોઈ ચુક્યા છે કે જનતા પણ હવે સમજી ગઈ છે કે ગુજરાતમાં બેદરાકરી શબ્દ જાણે સામાન્ય નાગરિકની જેમ લોકોના ઘર ઘર સુધી પહોચી ગયું છે.
સરકાર હોય કે તંત્ર હોય કે પોલીસ હોય કે પછી કોઈ ખાનગી કંપની રાજ્યમાં અનેક જગ્યા એ બેદકારી ના કારણે કેટલાકને જાન-માનો નુકશાન પણ વેઠવાનો વારો આવતો અનેક ઘટનામાં જોવામાં આવ્યું છે એમાં ભૂલ પછી કોની છે એ મહત્વનું નથી પરંતુ મરો તો સામાન્ય નાગરિકનોજ થતો દેખાતો હોય છે.
હાલ આવીજ એક ઘટનાની આપણે વાત કરી રહ્યા છે કે જેમાં સુરત શહેરમાં આવેલ નાના વરાછા વિસ્તારનું યમુનાનગર સોસાયટીમાંનું બંગલા કે જેની પાસે મેટ્રોની વિશાળ ક્રેન અને લોન્ચર મશીન પડતા જ બંગલાને ભારે નુકશાન થયું હતું.
પોતાના બંગલાને મેટ્રોની બેદકારીના કારણે મોટું નુકશાન થતા મકાનમાલિક દ્વારા મેટ્રોની ટીમ સામે શરત મૂકી હતી અને જેમાં કહેવામાં આવ્યું કે તેઓ મને બાંયેધરી આપે કે તેઓ મારું ઘર એટલે મકાન ખરીદી લે અથવા તો પછી સંપૂર્ણ મકાનને એવી જરૂરિયાત પ્રમાણે રીપેર કરી આપે. તેવી શરત મુકવામાં આવી છે. પરંતુ સુરત મેટ્રોની ટીમ દ્રારા કોઈ નિર્ણય હાલ સુધી લેવામાં આવ્યો નથી પરંતુ સુરત મેટ્રો ટીમ દ્વારા શહેરના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની બેદકારીના કારણે જે નુકશાન બંગલાને થયું છે તે અસરગ્રસ્ત બંગલાનો આર્કીટેક્ચરએ પ્લાન મંગાવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે.