modi એ અજમેર દરગાહ બાબતે આપ્યો સંદેશ

modi એ અજમેર દરગાહ બાબતે આપ્યો સંદેશ

સમગ્ર ભારત દેશમાં હાલ જાણે સનાતનના નામે હિંદુ - મુસ્લિમ ની રાજનીતિ ચાલી રહી હોય તેવી રીતે અનેક મસ્જિદને મંદિરના નામે નિશાન બનાવામાં આવી રહી છે ત્યારે હદ તો ત્યાં થઇ કે જ્યાં હિંદુ - મુસ્લિમ સહીત વિશ્વના દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર એવું અજમેર શરીફ દરગાહને હવે સનાતનના નામે નિશાન બનાવામાં આવી છે.



અજમેર શરીફ દરગાહની જગ્યા એ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને જે હાલ કોર્ટમાં સમગ્ર મામલો પહોચી ગાયો છે ત્યારે એક તરફ ભાજપ કે પછી હિન્દુદ્ત્વની રાજ્નીતિ કરતા લોકો દરગાહ અને મસ્જીદને નિશાન બનાવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરવર્ષની જેમ આ વખતે પણ એજ દરગાહ કે જેને મંદિર હોવાનું એમના લોકો કહી રહ્યા છે ? ત્યારે પોતે ત્યાં ચાદર પેશ કરી ફરી દેશમાં હલચલ મચાવી દીધી છે.


પ્રધાનમંત્રી મોદીનો અજમેર શરીફ ની દરગાહ પર ચાદર પેશ કરતો ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે અને સાથે PMO તરફનો એક લેટર પણ કે જેમાં શુભેચ્છા આપતો પ્રધાનમંત્રી નો લેટર જોઈ શકાય છે.