કુખ્યાત M.S. ગેંગનો સાગરીત ઝડપાયો

લોકસભાના ઇલેક્શન લઈને સુરત ક્રાઈમ બ્રંચની ટીમ પેટ્રોલિંગ અને ચેકીંગ માં હતી તે દરમિયાન બાતમીના આધારે એક યુવકને લિંબાયત ખાતેથી દેશ તમંચા સાથે પકડી પાડવામાં સફળતા મળી છે પકડાયેલ આરોપી લીંબાયતના કુખ્યાત M.S. ગેંગના વસીમ ઉર્ફે મલીકના સાગરીત હોવાનું સામે આવ્યું છે.



સુરત શહેરમાં ઘાતક હથિયારો અને પિસ્તોલ સાથે ધણીવાર આરોપીઓની પકડવામાં સુરત પોલીસને સફળતા મળી રહી છે ત્યારે વધુ એક સફળતા મળી છે લોકસભાના ઇલેક્ષ્ણને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ચેકિંગ માં હતી તે દરમિયાન બાતમી મળી હતી. લિંબાયત વિસ્તારમાં માજીદ શેખ નામના ઇસમ ફૂટપાથ બેઠો છે તેની પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પકડી પાડીને તપાસ કરતા આરોપીએ પોતાના ઘરમાં પિસ્તોલ સંતાડી હોવાની કબૂલાત કરી હતી બાદ પોલિસે આરોપીને સાથે રાખીને ઘરમાં સંતાડેલ દેશી પિસ્તોલ તથા કાર્ટીઝ નંગ-૫ કબ્જે કર્યા હતા .કુલ રૂ 35000 ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચએ ઝડપી પાડ્યો.



પિસ્તોલ સાથે પકડાયેલ આરોપી માજીદ શેખલીંબાયતના કુખ્યાત M.S. ગેંગના વસીમ ઉર્ફે મલીકના સાગરીત હોવાનું સામે આવ્યું છે ..વસીમ ઉર્ફે મલીક તથા ગેંગના અન્ય સાગરીત આમીન શેખનો કોઇ સાથે ઝગડો થયેલ હતોજેથી સુરક્ષા રૂપે પોતાની પાસે લોડેડ પિસ્તોલ રાખતો હોવાની કબૂલાત કરી છે હાલ તો પોલીસે આરોપી ને ધરપકડ કરીને ઉંડાણપૂર્વક તપાસ આદરી છે.