તરબૂચની જેમ ફાટ્યું વૃધ્ધનું માથું

તરબૂચની જેમ ફાટ્યું વૃધ્ધનું માથું

સુરતમાં સીમાડા નાકા પાસે આવેલી સેતુબંધ હાઈટ્સના 20મા માળેથી વૃદ્ધે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધ ક્યાંનો અને કોણ છે તે જાણવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા હતા. જ્યારે આ વૃદ્ધ 19માં માળે પાણી પણ પીધું હોવાનું અને નીચે પટકાતા હોવાનું સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યું છે. સીમાડા નાકા વિસ્તારમાં આવેલી સેતુબંધ હાઈટ્સના 20મા માળેથી રાત્રે વૃદ્ધે મોતની છલાંગ મારી હતી. જેને પગલે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી.સ્થાનિક સરથાણા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



પ્રાથમિક તબક્કે વૃદ્ધની ઓળખ થઈ ન હતી. તેમણે 20મા માળે પોતાની ચપ્પલ અને લાકડી મુકી હતી. હાલ આ વૃદ્ધ ક્યાથી આવ્યા અને કોણ છે તથા ક્યા કારણોસર પગલું ભર્યું તે જાણી શકાયું નથી. સરથાણા પોલીસની ટીમ દ્વારા મૃતક વૃદ્ધની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ વૃદ્ધ 19 માં માળે એક ફલેટમાંથી મહિલા પાસેથી પાણી પણ પિતા હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. જ્યારે નીચે પટકાવવાનું પણ સીસીટીવીમાં આવી ગયું છે. સમગ્ર ઘટનાને પગલે મૃતક વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.