દારૂના જથ્થા સાથે ટેમ્પો ઝડપાયો

દારૂના જથ્થા સાથે ટેમ્પો ઝડપાયો

સુરતની પુણા પોલીસે બાતમીના આધારે એક આરોપી ટેમ્પોમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને પુણા વિસ્તારમાં આવેલ કરણી સર્કલ પાસેથી પકડી પાડ્યો હતો. અને તેની ધરપકડ કરી તેની પાસેથી દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઈલ કબ્જે લઇ 1.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂનું વેચાણ શહેરમાં દારૂ ઘુસાડવામાં આવે છે જેને લઈને પોલીસ દ્વારા આ મામલે સતત કામગીરી કરીને દારૂ પકડી કેસો કરવામાં આવે છે ત્યારે આવી કામગીરી પુણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.



 સુરતના પુણા પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ દારૂના જથ્થા સાથે પુણા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો છે. જેને લઈને પોલીસે વોચ ગોઠવી હતી. અને પુણા કરણી સર્કલ પાસેથી ટેમ્પો લઈને પસાર થતા ઇસમને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીને ડિટેઇન કરી પોલીસ મથક લાવી હતી. અને ટેમ્પોની તપાસ કરતા તેમાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી 50 પેટી જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને 1.20 લાખનો દારૂનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો. સાથે જ ટેમ્પો અને મોબાઈલ ફોન પણ કબ્જે લેતા 1.80 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કર્યો હતો જોકે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. અને આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે મામલે ઊંડાણ પૂર્વક તજવીજ હાથ ધરવામાં આવી હતી.