નવનિર્મિત બિલ્ડિગથી પડેલ પાઈપ વડે માસૂમનું મોત થતા જવાબદાર કોણ ?

નવનિર્મિત બિલ્ડિગથી પડેલ પાઈપ વડે માસૂમનું મોત થતા જવાબદાર કોણ ?

સુરત શહેર કે જે દિવસેને દિવસે પ્રગતી તો કરી રહ્યું છે પંરતુ સાથે સાથે અનેક બાતે ચર્ચામાં પણ રહેતું શહેર બની ગયું છે જ્યાં એક વિચિત્ર ઘટના બની અને જેમાં એક માસૂમનું મોત થાય ગયું સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરતના પાલ પોલિસ સ્ટેશન હદ વિસ્તારમાં એક નવું નિર્મિત બિલ્ડિંગ ખાતે એક પાંચ વર્ષના બાળક પર છઠ્ઠા માળેથી લોખંડની પાઇપ પડતાં મોત નીપજ્યું હતું. જ્યાં આ બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતો,  જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તો પરિવારના મોટા દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.



મળતી માહિતી અનુસાર સુરતના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રેસ્ટીજ મોરાર નામના નવનિર્મિત બિલ્ડિંગ ઉપર કરણ વસાવે કે જે પોતાના ગરીબ પરિવાર સાથે રહે છે. અને જેના પરિવારમાં પત્ની, બે દીકરા તેની સાથે રહેતા છે જ્યાં નવનિર્મિત બિલ્ડિંગમાં સાફ સફાઈ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અને તે બે વર્ષ પહેલાં રોજગારીની શોધમાં સુરત આવ્યો આવ્યો હતો. જ્યાં ગતરોજ સાંજે 5 વાગ્યે માતા-પિતા નવનિર્મિત બિલ્ડિંગના બીજા માળે કામ કરી રહ્યાં હતાં. અને તેજ દરમિયાન પાંચ વર્ષનો દીકરો મેહુલ દુકાનેથી ખાવા માટે કઈક પડીકુ લઇને પરત દોડતો દોડતો આવી રહ્યો હતો અને તે દરમિયાન છટ્ઠા માળેથી અચાનક એક લોખંડની પાઇપ નીચે પડી  માસુમ બાળક મેહુલના માથાના ભાગે એ પાઈપ પડવાના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બાળક પર પાઇપ પડવાના કારણે માતા-પિતા સહિત તમામ કામદારો દોડી આવ્યાં હતા. અને ત્યાર બાદ તેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે માથામાં ગંભીર ઈજાના કારણે તેનું બુધવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.



ગરીબ પરિવારના મોટા દીકરાનું મોત થતાં હાલતો શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યાં સુરતની પાલ પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે મામલે પોલીસે કહ્યું હતું કે બાળકનાં માતા અને પિતાનાં નિવેદન લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો બાળકનાં માતા-પિતા દ્વારા બિલ્ડિંગના સંચાલકો સામે કોઈ બેદરકારી અંગે નિવેદન આપવામાં આવ્યું નથી.