સજ્જુ કોઠારીની ઊંઘ થઇ હરામ, મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરુ કરાઈ

સજ્જુ કોઠારીની ઊંઘ થઇ હરામ, મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરુ કરાઈ

સુરત શહેર કે જે મીની યુપી અને બિહાર તરીકે ઓળખાતું શહેર છે કારણ કે અહિયાં પણ ક્રાઈમ એટલી હદે વધી  ગયા છે કે જેની કોઈ સીમા રહી નથી અને જેમાં અનેક જગ્યા એ મહત્વની ભૂમિકા કોઈ ભજવતા હોય તો છે શહેરના માથાભારે ઈસમો છે કે જેવો રીતસરની લુખાગીરી કરતા દેખાઈ રહ્યા છે અને જીવોને બાનમાં લેવા પોલીસ પણ નિષ્ફળ દેખાઈ આવતી હોય છે. પંરતુ હાલ એક એવા માથાભારે ઇસમની વાત કરી રહ્યા છે કેજેને સુરત ક્રાઈમ બ્રાંચાના જેતે વખતના જાબાઝ ACP R. R. સરવૈયા સાહેબ અને એમની ટીમે બાનમાં લીધું હતું અને તેનો ખોફ સુરતમાં જાણે ખતમ કરી દીધું છે.



હાલ આપણે એવાજ ટપોરી સુરતના માથાભારે સજ્જુ કોઠારીની વાત કરી રહ્યા છે, જેના ઉપર it ની તવાઈ આવી ગઈ છે. અને જેમાં ed બાદ હવે આવકવેરા વિભાગની પણ તપાસ તેજ થઇ ગઈ છે. ત્યારે કેટલી મિલકત બેનામી તે અંગે મોટી તપાસ ધમધમાટ શરૂ થયો છે. અને સાથે 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની મહતવની તપાસ હાલ શરૂ કરવામાં આવી ગઈ છે.EDએ સજ્જુ કોઠારીની 31મિલકત જપ્ત કરી હતી. જ્યાં આ માથાભારે સજ્જુ કોઠારીની જો વાત કરવામાં આવે તો કોઠારી એ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે. જ્યાં IT વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. 



માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં ED બાદ હવે આવકવેરા વિભાગની પણ એન્ટ્રી થઇ ગઈ છે. અને કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 


 ITએ 31 મિલકતનાં નાણાં ક્યાથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. અને માથાભારે સજ્જુ કોઠારીની EDએ 31 મિલકત જપ્ત કરી હતી. મહત્વનું છે કે માથાભારે સજજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ લૂંટ, ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે. અને આ તમામ બાબતો વચ્ચે  જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી 4.29 કરોડની રકમ એકત્ર કરી હતી. 



કોઠારીની પોતાના નાણામાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે. તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. તેમજ મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ છે.


 સુરતમાં માથાભારે સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી, ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની એક અંદાજ મુજબ રૂપિયા 4.29 કરોડની સંપત્તિ જ્યાં ઈડી એ ગત 27મી માર્ચેના રોજ ટાંચમાં લીધી હતી. ઈડીએ મની લોન્ડરીંગ હેઠળ કાર્યવાહી કરી હતી. 



સુરત પોલીસ દ્વારા સજ્જુ કોઠારી વિરુદ્ધમાં ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, સહીત જુગારના 6 કેસ નોંધ્યા હતા. જ્યાં બે વર્ષ પહેલાં તેની લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ પણ ધરપકડ કરી અને પાછળથી ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી...