હનીટ્રેપ : આધેડ કર્મચારી ભોગ બન્યા

હનીટ્રેપ : આધેડ કર્મચારી ભોગ બન્યા

સુરત જિલ્લા માં મોટો પરપ્રાંતીય વિસ્તાર ગણાતા કડોદરા પંથક કોઈ ને કોઈ રીતે હંમેશા ચર્ચા માં રહે છે. આ વખતે એ એક આધેડ મિલ કર્મચારી હની ટ્રેપ નો ભોગ બન્યા હતા. ઘટના એ હતી કે મૂળ રાજસ્થાન અને હાલ સુરતના કુંભારીયા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડ ને ફેસબુક પર અજાણી સ્ત્રી સાથે મિત્રતા થઈ હતી. ફેસબુક પર એક સોનિયા ઉર્ફે રીતુ પટેલ નામની મહિલાની તેમના ઉપર રિકવેસ્ટ આવી હતી. રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વીડિયો કોલથી પણ વાતચીત પણ થતી હતી. ગત તારીખ, 21 માર્ચ, 2024 ના રોજ સાંજે સાડા ચાર વાગ્યે રીતુ પટેલે ફોન કરી કડોદરા ગોલ્ડન સ્કવેર એપાર્ટમેન્ટના બીજા માળે આવેલ રોલેક્સ ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં આધેડ પાસે પૈસા ની માંગ કરાઈ હતી.



આધેડ ગેસ્ટ હાઉસ ના રૂમ માં જતા પહેલે થીજ મહિલા સાથે કામકેશ જાટ અને અજય ભરવાડ એ આધેડને ધમકાવ્યો હતી અને પોલીસ કેસ નહીં કરવા જણાવી 6 લાખ ની માંગ કરી હતી. બાદ માં બે લાખ માં પતાવટ થતાં ભોગ બનનાર એ ગૂગલ પે અને ફોન પે થી પૈસા ચૂકવ્યા હતા. બાદ માં વધુ માંગણી કરતા આધેડ એ કડોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસ એ પણ હરકત માં આવી હતી. અને કમલેશ જાટ, અજય ભરવાડ , નવઘણ ભરવાડ , રાકેશ માળી મળી ચારની ધરપકડ કરાઈ છે. અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.



હાલ હની ટ્રેપ ની મસ્તારમાઇન્ડ અને આધેડને ફસાવનાર સોનિયા ઉર્ફે રીતું પટેલને વોન્ટેડ જાહેર કરાઈ છે. જોકે આધેડ પાસેથી જેમના ગુગલ પેમાં પૈસા નો વ્યવહાર કરાયો એ રાહુલ પાલ નામના ઈસમ નું પણ નામ ખુલ્યું છે. જેથી તેની પણ પોલીસ એ શોધખોળ શરૂ કરી છે.