pm modi એ માફી માંગી, વિડીયો થઈ ગયો વાયરલ

pm modi એ માફી માંગી, વિડીયો થઈ ગયો વાયરલ

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં શિવાજીની વિશાળ પ્રતિમા પડી ગયા બાદ કોંગ્રેસ ભાજપ પર સતત પ્રહારો કરી રહી છે. હવે આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PM મોદીએ છત્રપતિ મહારાજની પ્રતિમા પડવા બદલ માફી માંગી છે. પાલઘરમાં જનતાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હું છત્રપતિ શિવાજી મહારાજના પગે પડીને તેમની માફી માંગુ છું.'

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે 'છત્રપતિ શિવાજી મહારાજ માત્ર રાજા જ નથી પરંતુ તેઓ આપણા પૂજનીય ભગવાન પણ છે. હું વારંવાર તેમના ચરણોમાં નમન કરું છું. તેમણે વધુમાં કહ્યું કે 'છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઈને, અમે વિકસિત મહારાષ્ટ્ર-વિકસિત ભારતના સંકલ્પ પર ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આજે, પાલઘરમાં વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસને આ દિશામાં એક ઐતિહાસિક પ્રયાસ તરીકે યાદ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં શિવાજીની વિશાળ પ્રતિમા પડી ગયા બાદ કોંગ્રેસ ભાજપ પર સતત પ્રહારો કરી રહી છે. હવે આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PM મોદીએ છત્રપતિ મહારાજની પ્રતિમા પડવા બદલ માફી માંગી છે. પાલઘરમાં જનતાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હું છત્રપતિ શિવાજી મહારાજના પગે પડીને તેમની માફી માંગુ છું.'

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે 'છત્રપતિ શિવાજી મહારાજ માત્ર રાજા જ નથી પરંતુ તેઓ આપણા પૂજનીય ભગવાન પણ છે. હું વારંવાર તેમના ચરણોમાં નમન કરું છું. તેમણે વધુમાં કહ્યું કે 'છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઈને, અમે વિકસિત મહારાષ્ટ્ર-વિકસિત ભારતના સંકલ્પ પર ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આજે, પાલઘરમાં વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસને આ દિશામાં એક ઐતિહાસિક પ્રયાસ તરીકે યાદ કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે સિંધુદુર્ગમાં શિવાજીની વિશાળ પ્રતિમા પડી ગયા બાદ મુંબઈ અને પાલઘરમાં વડાપ્રધાન વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા હતા જેથી પ્રધાન મંત્રી મોદી દ્વારા આખરે માફી માંગવાની નોબત આવી હતી ત્યારે કહી શકાય કે મહારાષ્ટ્રમાં આવનાર ઇલેક્સનને જોતા ક્યાંક ને ક્યાંક મોદી સાહેબનું આ રાજનેતિક સ્ટંટ પણ માનવામાં આવી રહ્યું હોય ? તેવી વાતો લોકો કરી રહ્યા છે.