#ramadan : ખ્વાજા સાહબના દરબારમાં ઇફતારી

ઇસ્લામિક કેલેન્ડરના તમામ 12 મહિનામાં રમઝાન સૌથી પવિત્ર અને શુભ મહિનો છે, જેમાં રોઝાને મુખ્યત્વે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત, આ પવિત્ર મહિનામાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઈબાદત કરી કુરાન વાંચે છે અને સારા કાર્યો કરીને અલ્લાહની ઈબાદત કરે છે. ત્યારે સુરત શહેરમાં આવેલ હઝરત ખ્વાજા દાન દરગાહ ખાતે ઇફ્તારીનું આયોજન કરતા હજારો લોકો સમગ્ર રમઝાન માસ દરમિયાન કેવીરીતે રોઝા ખોલી અને ખુદાની બંદગી કરી રહ્યા છે જોઈએ અમારા આ વિશેષ અહેવાલ રમઝાન મુબારકમાં


 



રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે અને મુસ્લિમ સમુદાય માટે તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જ્યાં આ મહિનો આધ્યાત્મિકતા, પ્રાર્થના અને ધૈર્ય, ધીરજ તેમજ સંયમ-સબરનો મહિનો છે. આ વર્ષે, રમઝાન 2 માર્ચ, 2025 ના રોજ શરૂ થયો છે. આ મહિનામાં, મુસ્લિમ સમુદાયના લોકો રોઝા રાખે છે, દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરે છે કુરાન શરીફની ઈબાદત કરી અને અલ્લાહને પ્રાર્થના કરે છે. અને જે લોકો ઉપવાસ રાખે છે તેમણે સવારે ફજરની અઝાન પહેલાં સેહરી કરવાની હોય છે. ત્યાર બાદ રોઝા દરમિયાન, સૂર્યાસ્ત સુધી કોઈપણ ખોરાક કે પીણું ઉપર પ્રતિબંધિત હોય છે. જેમાં ઇફ્તારનો સમય સાંજની અઝાન પછીનો છે, અને તેને ખજૂર અથવા હળવા મીઠા ખોરાકથી ખોલવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી દરગાહ અને હિંદુ-મુસ્લિમ દરેક માટે આસ્થા અને કોમી એકતાનો પ્રતિક એવી સુરત શહેરનીમાં આવેલ હઝરત ખ્વાજા દાના દરગાહ કે જ્યાં રોઝા ઇફતારી માટે દર વર્ષે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે શું છે વધુ માહિતી આવો સાભળીયે.



ભારત એક એવો દેશ છે કે જેને વિશ્વમાં કોમી-એકતામાં માનનારો દેશ કેહવામાં આવે છે અને જેનું એક માત્ર કારણ છે ભારતની ધરતી પર બિરાજમાન અનેક સુફી સંતો કે જેવો ભારતની પાવન ધરતી પરથી પ્રેમ ભાઈચારા અને કોમી-એકતાના દર્શન કરાવતા આવ્યા છે, ત્યારે આવા જ એક સુફીઝમની એકતામાં ચાર ચાંદ લગાવનાર સુફી સંતની આપણે વાત કરી રહ્યા છે જેમના દરબારમાં રમઝાન માસ દરમીયા રોજ હજારો લોકો અહી ઇફતારી કરી અને પોતાના રોઝાને પૂરું કરતા દેખાતા હોય છે.



તહેવારોનું શહેર તરીકે જાણીતું આપણું સુરત શહેર કે જ્યાં દરેક તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવતું હોય છે જ્યાં તહેવારને કોઈ ધર્મ કે જાતી ના આધારે નહિ પણ ધર્મિક લાગણીઓના આધારે ઉજવવામાં આવતું હોય છે. ત્યારે મુસ્લિમ બિરાદરોનું અતિ પવિત્ર એવું રમઝાન માસ હાલ શરુ થયું છે જેમાં મુસ્લિમ બિરાદરો દિવસ દરમિયાન ભૂખ્યાં તર્સીયા રહી અને ખુદાની બંદગી કરી સાંજે રોઝો રોઝો ખોલી અને નમાઝ અદા કરતા હોય છે.



રોઝા અને ઉપવાસ રાખવાથી શારીરિક ઈચ્છાઓ ઉપર અંકુશ મેળવી શકાય છે. આત્મિય શક્તિઓનો ઉત્થાન થાય છે. ઈશ્વરની આજ્ઞાપાલનની શક્તિ મળે છે અને સાથે સાથે શરીર પણ નિરોગી થાય છે. એટલે જ દરેક ધર્મમાં રોઝા અને ઉપવાસને સ્થાન આપવામાં આવ્યુ છે. ત્યરે સુરતની ખ્યાત નામ દરગાહ હઝરત ખ્વાજા સાહેબ ના દરબારમાં સમગ્ર રમઝાન માસ દરમિયાન હજારો લોકો ઇફતારી કરી અને અલ્લાહની બંદગી કરતા દેખાઈ રહ્યા છે.