લિફ્ટ તૂટી પડતાના cctv આવ્યા સામે

લિફ્ટ તૂટી પડતાના cctv આવ્યા સામે

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલ વીહાર સોસાયટીમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે જ્યાં સોસાયટીની અંદર મોતી પેલેસ નામની બિલ્ડીંગની લિફ્ટમાં ચાર લોકો સવાર હતા ત્યારે બિલ્ડીંગની લીફ્ટ અચાનક તૂટી પડતા ચારેય ઇસમોને ઇજા પહોંચી હતી જેમાંથી એકને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.સુરતના વેડરોડ વિસ્તારમાં અચાનક લિફ્ટ તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં આ ઘટનાના સમયે ચાર ઈસમો લિફ્ટમાં સવાર હતા જોકે સદનસીબે કોઈને પણ જાનહાનિ નો નુકસાન થયો ન હતો, પરંતુ આ ચાર ઈસમોમાંથી ત્રણ ઈસમોને નાની મોટી ઈજા થઈ હતી અને એકની હાલત ગંભીર હોય તેવું જાણવા મળ્યું હતું. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.



 ત્યારે ઉલ્લેખનીય છે કે વિકાસના માર્ગે જતો સુરત શહેર જેને કલંકિત કરતા કેટલાક બિલ્ડરો વધુ નફાની લાલચે ગુણવત્તા વગરની લિફ્ટ લગાડી ફ્લેટ હોલ્ડરોને ઊંચા ભાવે ફ્લેટ વેચી દેતા હોય છે ત્યારબાદ થોડાક જ સમયમાં વગર ગુણવત્તા ધરાવતી લિફ્ટ અને ઇમારતો જર્જરી થઈ આ પ્રકારની ઘટનાઓ થવા પામે છે જ્યાં ખરેખર પોતાના મહેનતના પૈસાનું ઘર લીધેલા ફ્લેટ હોલ્ડરો સાથે અન્ય જ કહેવાય છે ત્યારે આવા અનેક બનાવો સુરતના અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ બનવા પામ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારી પૈસાના લાલચમાં લાલચુ બિલ્ડરો સારી રીતે લિફ્ટની ગુણવત્તા તપાસીયા વગર તેઓને પરવાનગી આપી દેતા હોય છે જેનો પરિણામ કંઈક આ પ્રકારનો સામે આવતો દેખાઈ આવે છે.