ચાલુ ટ્રેનને ટ્રેનનો ડબ્બો અલગ પડી જતા યાત્રીઓના જીવ તાળવે ચોંટયા

#UttarPradesh : રેલ્વે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. યુપીના પ્રયાગરાજમાં ગંગા ગોમતી એક્સ્પ્રેસ ટ્રેનનું એન્જિન અન્ય ડબ્બાથી અલગ થઈ ગયું હતું ... મંગળવારે સવારે આ ટ્રેન પસાર થઈ રહી હતી જ્યારે તેની સ્પીડ ૭૦ કિલોમીટર પ્રતિ કલાક હતી ત્યારે ચાલુ ટ્રેનમાં એન્જિન અલગ પડી ગયું હતું .. જો કે આ ઘટના બનતા ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓના જીવ તળાવે ચોંટી ગયા હતા.. આ ઘટના દુર્ઘટના બનતા અટકી ગઈ હતી હાલ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી ...પરંતુ આ ઘટનામાં  રેલ્વે વિભાગની કામગીરીની લાપરવાહી સામે આવી છે.