setting.com : અનાજની દુકાનમાં લોકો સાથે રીતસરની છેતરપીંડી ? છતા પુરવઠા વિભાગના આંખ આડા કાન

એક તરફ લોકસભા ચુંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે અને પ્રધાનમંત્રી પણ જનહિત માટે અને ખાસ કરીને ગરીબ લોકો માટે નિશુલ્ક એટલે ફ્રી સરકારી અનાજ આપી રહ્યા છે આમ છતા પણ જાણે કેટલાક સરકારી માફિયાઓના ? સહારે અનાજ વિક્રેતાઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે જ્યાં  એક તરફ જ્યાં મોઘવારી એ માજા મૂકી છે તો બીજી તરફ બેરોજગારી ગરીબોની કમર તોડી રહી છે, આવી પરિસ્થિતિ જોઈ સરકાર દ્વારા અનાજ પણ નિશુલ્ક આપવાની જાહેરત કરવામાં આવી છે આમ છતા પણ સુરતના ફૂલવાડી ભરીમાતા વિસ્તારની સરકારી અનાજના વિક્રેતા દ્વારા ગરીબોના હકનું અનાજ નહિ આપી અને દિવસ દરમિયાન દુકાન બંધ રાખી રાત્રે અનાજની દુકાન ખોલી ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.



એક તરફ જ્યાં મોદી સરકાર નિશુલ્ક અનાજ આપી રહી છે જ્યાં બીજી તરફ સુરત શહેરના કતારગામના ફૂલવાડી ભરીમાતા વિસ્તારમાં આવેલ સરકારી અનાજની દુકાન એટલે કંટોલના વિક્રેતા દ્વારા દિવસ દરમિયાન દુકાન બંધ રાખતા ગરીબી રેખા નીચે જીવતા કાર્ડધારકોને સસ્તું અને નિઃશુલ્ક વાળું અનાજ મળતું નથી અને જેની ફરિયાદ સ્થાનિકો દ્વારા અનેકવાર મોખિક રીતે પણ કરવામાં આવતા આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે જો સરકાર તરફથી આવતું અનાજ હકદાર સુધી જતું નથી તો પછી ટ્રક ભરીને આવતું સરકારી અનાજ રાત્રી દરમિયાન જાય છે ક્યાં ?


               


સ્માર્ટ સિટી કહેવાતું સુરત શહેર કે જ્યાં જાણે ભ્રષ્ટાચાર એ માથું ઉચક્યું હોય તેમ અનેક જગ્યા એ સેટિંગ ડોટ કોમની બુમરાણ ઉઠી રહી છે, અને જ્યાં સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા ફૂલવાડી રીવરવ્યુ સોસાયટી અને નેહરુનગર કે જ્યાં અંદાજીત આશરે 11,000 થી વધુ કુટુંબો વસવાટ કરી રહ્યા છે અને જેમાંથી એક અંદાજ મુજબ અંદાજીત 35% કુટુંબ ગરીબીરેખાની નીચે જીવતું વર્ગ છે, અને જેઓ પોતાનું ગુજરાન કચરો વીણી કે મજૂરી કરી અથવા ભિક્ષા માંગી ચલાવે છે અને તેઓમાં ઘણા લોકો તો સરકારી અનાજના રાશનકાર્ડ ધારક પણ છે આમ છતાંય તેઓને રાશન મળતું નથી કારણકે અહી કંટોલ એટલે સરકારી અનાજના વિક્રેતા તેઓના હિસ્સાનું સરકારી રાશન આપવા માંગતો જ નથી તેવી રીતે કાયમી પોતાની દુકાન દિવસ દરમિયાન બંધ રાખી અને રાત્રી દમ્રિયન બંધ બારણે અનાજ સગેવગે કરી રહ્યા હોવાની બુમરાણ ઉઠી છે.


સરકારી અનાજના કાર્ડધારકોનું કહેવું છે કે તે દુકાને પણ આવતો નથી અને દુકાન પણ ઘણા મહિનાઓથી દિવસ દરમિયાન બંધ દેખાઈ રહી છે અને જ્યારે આ કંટોલ ચાલકને ફોન કરી બોલાવવામાં આવે તો તેમનો એક જ જવાબ હોય છે કે "હાલ અનાજ પૂરું થઈ ગયું છે આવતા મહિને અનાજ આવશે" આવા જવાબ આપી ફોન બંધ કરી નાખવામાં આવે છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે શું સરકાર તરફથી આ વિક્રેતાને સરકારી અનાજ મળતું નથી? અને જો મળે છે તો આ ગરીબ રાશન કાર્ડ ધારકોને કેમ આપતા નથી ? શું રાશનકાર્ડ ધારકોનાં હકનું અનાજ બારોબાર સગેવગે કરી નાખે છે? તેવા અનેક સવાલો આ દુકાન જોઈને ઉભા થઇ રહ્યા છે.


 


આ સાથે બીજી ચોકાવનારી વાત તો એ છે કે આ સરકારી અનાજનો દુકાન ધારક લોકોના રાશનકાર્ડ ચાલુ કરી આપવા તે માટે તગડી એવી પૈસાની માગણી પણ કરવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે, તેવા લોકો દ્વારા આક્ષેપો પણ કરાયા છે કે સાથે સરકારી અનાજ અમને અમારા હકનું મળતું નથી તો ટ્રકો ભરીને આવતું અનાજ બંધ બારણે સગેવગે થઇ રહ્યું છે તેવા અનેક આક્ષેપો સ્થાનિકો અને રેશનકાર્ડ ધારકો કરી રહ્યા છે.  જ્યાં હવે જોવાનું એ રહ્યું કે જો આ સરકારી અનાજનો વિક્રેતા કૌભાંડી છે તો તેની સામે કાર્યવાહી થશે કે પછી મોટું સેટિંગ છે તે તો પુરવઠા વિભાગની નિષ્પક્ષ તપાસ પછી જ ખબર પડશે.