જુઓ આ શખ્સને ૨૦ વર્ષ પહેલા કરી હતી ૧૦ લાખની છેતરપિંડી

જુઓ આ શખ્સને ૨૦ વર્ષ પહેલા કરી હતી ૧૦ લાખની છેતરપિંડી

રિંગ રોડની માર્કેટમાં ગ્રે-કાપડની પોણા દસ લાખની ચીટીંગ કરી ભાગી ગયેલો વેપારી રાજસ્થાનમાં હનુમાનદાદાના મંદિરમાં 6 હજારના માસિક પગારમાં પૂજારી બની રહેતો હતો.જે છેતરપીંડી કરનાર પુજારી સુરતમાં સંબંધીને ત્યાં આવ્યો હોવાની હકીકતો એસઓજીને મળી હતી. આથી એસઓજીના સ્ટાફે સોમવારે સાંજે તેને ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી પકડી પાડયો હતો. વેપારી નામે ભેરૂદાસ ઉર્ફે ભેરવસિંહ પુખદાસજી વૈષ્ણવને એસઓજીએ સલાબતપુરા પોલીસને સોંપી દીધો હતો.પોલીસે વેપારીની ધરપકડની કાર્યવાહી કરી હતી. પકડાયેલો વેપારી છેલ્લા 20 વર્ષથી ભાગતો ફરતો હતો.

ગુનો દાખલ થતાની સાથે વેપારી સુરત-છોડીને રાજસ્થાન ચાલી ગયો ૧ હતો. મોટાભાગે તે રાજસ્થાનમાં રહેતો હતો. આરોપી 20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ સાગર માર્કેટમાં દુકાન નં. 189માં બાલાજી પાલીસ વર્કસ નામથી સાડી પાલીસ કરવાનુ વેપાર કરતો હતો. વર્ષ 2005માં વેપારી ભેરૂદાસએ રૂ.9.47,497નો સાડીનો પાલીસ કરીને માલ પરત કરવાને બદલે બારોબાર વેચી માર્યો હતો. જેના કારણે વેપારીએ 9.47 લાખની છેતરપિંડીની ફરિયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.