લુખાગીરીમાં માહિર કૈઝર મીંડી હથિયાર સાથે પોલીસ સકંજામાં, પિસ્તોલ સાથે કોઈને ઉડવાનો પ્લાન હતો ? કે કેમ તે તપાસનો વિષય

સુરત શહેરમાં ક્રાઈમ થવાની ઘટના જાણે સામાન્ય બનતી જાય છે, જ્યાં રોજ બરોજ હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી હોય તેવું ક્યાંકને ક્યાંક સામે આવતું દેખાતું હોય છે, ત્યારે આ તમામ બાબતો વચ્ચે જ્યારથી પોલીસ કમિશ્નર સુરત શહેરથી ગયા ત્યારથી સુરત શહેરના અલગ-અલગ ગેંગનો વિસ્તાર પ્રમાણે દબદબો દેખાઈ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.



સુરત શહેરના અનેક વિસ્તારો સહીત શહેરના નાનપુરા વિસ્તારમાં તો જાણે લુખાગીરીની હદ વટાવતી કોઈ ગેંગ હોય તો તે છે નાનપુરાની મીંડી ગેંગ કે જેની સામે સુરતની અઠવા પોલીસ પણ જાણે લાચાર હોય તેવું લાગે છે ?   



ત્યારે મહત્વનું છે કે આ એક એવી ગેંગ છે કે જેને લોકો મીંડી ગેંગ તરીકે ઓળખે છે, અને આ ગેંગના મોટાભાગના આરોપીઓ ગુજસીટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યાં છે. ત્યારે સુરત એસઓજી પોલીસે ગેંગનો મુખ્ય આરોપી કહી શકાય એવો કૈઝર મીંડીને પિસ્તોલ સાથે ચેકનાકા પાસેથી ઝડપી પાડયો છે. જ્યાં આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુમાં તપાસ હાથ ધરી રહી છે. 



સુરતના ભાગાતળાવ, નાનપુરા અને કાદરશાની નાળની કુખ્યાત અનસ મીંડી ગેંગ સામે શહેર પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. અને  કોટ વિસ્તારમાં છેલ્લાં બે દાયકા ઉપરાંતથી આતંક મચાવતી આ અનસ મીંડી ગેંગ સામે અઠવા પોલીસે ગુનો દાખલ કરી સાતની અટકાયત કરી છે.