આધેડે કર્યું શરમજનક કૃત્ય

આધેડે કર્યું શરમજનક કૃત્ય

કતારગામના રતમાલા ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને દિવસ દરમિયાન રત્નકલાકાર અને રાતે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની 7 વર્ષની પુત્રી બપોરે ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને બાળકીને કહેવા લાગ્યો કે તારા મમ્મી કયાં છે તેમ પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો.તે વ્યક્તિ મમ્મી-પપ્પાને ઓળખતો હશે એવું સમજીને બાળકીએ કહ્યું કે મારા મમ્મી ઉપર છે એવું કીધું હતું. બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકી ઉપર હાથ ફેરવ્યા બાદ તેની સાથે અશ્લીલ હરકત કરી હતી. આથી બાળકી તાત્કાલિક જ ઉભી થઈ ગઇ હતી અને તેના ઘર બાજુ દોડી જતા તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. ઘરમાં પહોંચ્યા બાદ બાળકીએ અજાણ્યાની કરતૂત અંગે જાણ કરી હતી. બાળકીની માતાએ તુરંત જ પતિને જાણ કર્યા બાદ સ્થાનિક વિસ્તારમાં તે વ્યક્તિની શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો મળ્યો નહોતો. ઘટના અંગે રત્નકલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.જ્યાં પોલીસે કતારગામથી લઈને વરાછા જતા રોડના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ 56 વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી લીધો હતો